સ્વરૂપવાન યુવતી પડી નેતાના પ્રેમમાં, પતિએ સ્કૂટી પર લઈ જઈને ઘાતકી રીતે રહેંસી નાખી

એક હાઈપ્રોફાઈલ ચકચારી કેસ સામે આવ્યો છે. એક વર્ષ પહેલાં લવ મેરેજ કરનાર બ્યૂટિશિયનની પાંચ દિવસ લાશ મળી છે. 24 વર્ષીય સ્વરૂપવાન યુવતીની બીજા કોઈએ નહીં પણ તેના જ પતિએ હત્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેનો પતિ બીજેપીનો નેતા હોવાનું છે. તેણે પત્નીને મંદિરમાં દર્શનના બહાને સ્કૂટી પર લઈને જઈને ઘાતકી રીતે રહેંસી નાખી હતી. પહેલાં ચાકુ ખોપ્યું હતું, પછી પથ્થરથી છુંદી નાખી હતી અને બાદમાં ગળું દબાવીને જીવ લઈ લીધો હતો.

સ્કૂટી પર બેસાડીને લઈ ગયો અને રહેંસી નાખી
મધ્ય પ્રદેશના ભોપાલમાં 15 ઓક્ટોબરથી બેંક કર્મચારીની દીકરી નૈના ઉર્ફે શિખા પાસવાન ગુમ હતી. દરમિયાન ગઈકાલે નૈનાની લાશ મળી આવી હતી. પોલીસે હત્યાના આરોપમાં તેના પતિની અટકાયત કરીને આકરી પૂછપરછ કરતાં તેણે ગુનો કબુલી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આરોપીએ જણાવ્યું હતું કે બુદની વિસ્તારના સલકનપુર મંદિરમાં દર્શન કરાવવાના બહાને તે નૈનાને સ્કૂટી પર લઈ ગયો હતો. જ્યાંથી રાત્રે પરત ફરતી વખતે સ્કૂટી ઉભું રાખી નૈનાની ઘાતકી હત્યા કરી નાખી હતી. પછી લાશને ઝરણા પાસે ઝાડીઓમાં ફેંકી દીધી હતી. બાદમાં તે જ સ્કૂટી  તેપાછો ભોપાલ પરત ફર્યો હતો. ભોપાલ પહોંચતા જ તેણે સ્કૂટીને આગ લગાવી સળગાવી દીધું હતું

એક વર્ષ પહેલાં કર્યા હતા લવમેરેજ
ભોપાલના કોલાર રોડ પર રહેતી નૈના ઉર્ફે શિખા પાસવાન બ્યૂટીશિયન હતી. તેણે વર્ષ પહેલાં નારિયલખેડા નિશાતપુરાના રહેવાશી રજત કૈથવાસ સાથે લવ મેરેજ કર્યા હતા. રજત કૈથવાસ પોતાને ભાજપનો પદાદિકારી ગણાવતો હતો. એક મહિના સુધી સાસરિયામાં રહ્યા બાદ નૈના તેના પિયર માતા-પિતા પાસે પાછી આવી ગઈ હતી. નૈના હવે સાસરિયામાં પાછી જવા માંગતી નહોતી. તેણે રજત સામે ભરણપોષણનો કેસ પણ દાખલ કર્યો હતો.

પિતાનો આરોપ-દીકરીનો અશ્લીલ વીડિયો બનાવ્યો
નૈના ઉર્ફે શિખાના પિતા શારદા પાસવાનનો આરોપ છે કે ભાજપ નેતા રજત કૈથવાસે દીકરીનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદથી તેને બ્લેકમેલ કરતો હતો. લગ્ન ના કરે તો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપતો હતો. રજત ભાજપની યુથ વિંગ ભારતીય જનતા યુવા મોર્ચામાં શાહજહાંનાબાદ મંડળનો ઉપાધ્યક્ષ છે. ઉલ્લેખનીય છે કે શારદા પાસવાન બેંકમાં નોકરી કરે છે.

લગ્ન બાદ સાસરિયામાં એક મહિનો માંડ રહી હતી
શારદા પાસવાનનો આરોપ છે કે દીકરીને માંડ એક મહિનો ઘરે રાખી હતી અને પછી કાઢી મૂકી હતી. રજતે એમ કહ્યું હતું કે આ લગ્નથી તેના પેરેન્ટ્સ દુઃખી છે. દીકરીએ જ્યારે વિરોધ કર્યો ત્યારે આરોપીએ તેની સાથે મારપીટ કરી હતી. પછી દીકરી તેમના ઘરે આવીને રહેવા લાગી હતી. નૈનાએ પતિ વિરુદ્ધ કોર્ટમાં ભરણ પોષણનો કેસ કર્યો હતો. આ સાથે જ પોલીસ ફરિયાદ કરી હતી. આરોપીએ 15 ઓક્ટોબરના રોજ નૈનાને સલકનપુર મંદિરમાં દર્શન કરવાને બહાને ભોપાલથી લઈ ગયો હતો.

કેસ પરત ના લે તો હત્યાની ધમકી આપતો હતો
શારદા પાસવાને કહ્યું હતું કે રજત કેસ પરત લેવાની ધમકી આપતો હોત. કેસ પાછો ના લે તો જાનથી મારી નાખવાની વાત કરતો હતો. પોલીસ તપાસમાં એ વાત સામે આવી છે કે રજતને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. આ સાથે જ તે કોર્ટમાં કેસ ચાલવાને કારણે ટેન્શનમાં હતો. તે ભરણ પોષણ આપવા માગતો નહોતો અને તેથી જ તેને હત્યા કરી હતી. ષડયંત્ર હેઠળ તેણે નૈનાને ધાર્મક સ્થળના બહાને સીહોર જિલ્લાના બુદની લઈને આવ્યો હતો. બુદનીના જંગલમાં નૈનાની હત્યા કરીને ભોપાલ જતો રહ્યો છે. પોલીસ રજતના પેરેન્સની પૂછપરછ કરશે.

શારદા પાસવાનનો આરોપ છે કે રજતના પિતા રવિશંકર કૈથવાસ મધ્યપ્રદેશ સરકારના સ્ટેટ ગેરેજમાં નોકરી કરે છે અને માતા રેખા હોમમેકર છે. દીકરીને રજત ઉપરાંત તેના પેરેન્ટ્સ પણ હેરાન કરતા હતા. લગ્ન બાદ રજતના પેરેન્ટ્સ દીકરીને ઘરમાં રાખવા તૈયાર નહોતો. રજતને તેના પેરેન્ટ્સે નૈનાને ઘરમાંથી બહાર હાંકી કાઢવા માટે ઉશ્કેર્યો હતો.


દાદીના ઘરે રહેતી ત્યારે પ્રેમજાળમાં ફસાવી
શારદા પાસવાને કહ્યું હતું કે નૈના દાદીના ઘર નારિયળખેડા નિશાતપુરમાં રજતના ઘરની બાજુમાં રહેતી હતી. આ દરમિયાન રજતે પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્ન બાદ ચારિત્ર્ય પર શંકા કરતો હતો.

15 ઓક્ટોબરે નૈના ગુમ થઈ હતી
નૈનાએ વર્ષ પહેલાં રજત સાથે લગ્ન કર્યા હતા. મહિનો સાસરે રહ્યા બાદ પછી તે પિયર આવી ગઈ હતી. 15 ઓક્ટોબરના રોજ તેણે માતા માયાને દુર્ગાની ઝાંકી જોવાની વાત કહી હતી અને ઘરેથી બહાર આવી હતી. 16 ઓક્ટબરે પરિવારે કોલાર પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ કરી હતી. આ દરમિયાન સીહોર પોલીસને નેશનલ હાઇવે 69 મિડઘાટ સેક્શન પાસે અજાણી યુવતીની લાશ મળી હતી. તેની ઓળખ નૈના તરીકે થઈ હતી.


ક્રૂરતાપૂર્વક મારી
એએસપી સમીર યાદવે કહ્યું હતું કે યુવતીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. તેના શરીર પર પહેલાં ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. પછી પથ્થર મારવામાં આવ્યા હતા અને અંતે ગળું દબાવીને મારી નાખવામાં આવી હતી. આ એક સુનિયોજિત કાવતરું હતું.