નણંદ-ભાભી એકબીજાના પ્રેમમાં પડ્યા, હાથ પર ટેટ્ટુ પણ બનાવડાવ્યું, અંતે એક રસ્સી પર લટકી ગયા

દતિયાઃ મધ્યપ્રદેશના ગ્વાલિયરના ભાંડેર પોલીસ સ્ટેશનની હદમાં બે મહિલાઓએ રક્ષાબંધન પર આત્મહત્યા કરી હતી. બંને મહિલાઓ નણંદ-ભાભી થતા હતા. બંને વચ્ચે ગાઢ દોસ્તી હતી. તેઓ એકબીજાને અનહદ પ્રેમ કરતા હતા. આથી જ ભાભીએ નણંદના નામનું ટેટુ બનાવ્યું હતું. આ વાતને કારણે ભાભીનો પતિ સાથે ઝઘડો થતો હતો. પોલીસ બંને મહિલાઓની આત્મહત્યાના કારણોન તપાસ કરે છે.

ભાંડેર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રવિંદ ગુર્જરે કહ્યું હતું કે બરાના બડેરા ગામમાં રહેતા રામુ યાદવની 30 વર્ષીય પત્ની પૂનમે પોતાના ઘરથી 100 મીટર દૂર રહેતી 22 વર્ષીય નણંદ મંજુને ફોન કરીને બોલાવી હતી. મંજુના પતિનું નામ અંકિત યાદવ છે. મંજૂ તથા પૂનમ એકબીજા સાથે વાતો કરતી હતી.

આ સમયે પૂનમનો પતિ રામુ તથા તેના સસરા ગિરવર તબેલામાં ભેંસ દોહવા ગયા હતા. તો પૂનમનો પાંચ વર્ષનો દીકરો સંસ્કાર ઘરની બહાર રમતો હતો જ્યારે સંસ્કારે અંદર જઈને જોયું તો તેની માતા તથા ફોઈએ ઘરની દરવાજો બંધ કરી દીધો હતો અને દરવાજો ખોલ્યો નહોતો.

દીકરા સંસ્કારે રડતાં રડતાં મમ્મી દરવાજો ખોલતી ના હોવાનીવાત કહી હતી. ત્યારબાદ પતિ રામુ આવ્યો હતો. જોકે, તેણે દરવાજો ખખડાવ્યો પણ ખુલ્યો નહીં. રામુએ પોલીસને એમ કહ્યું હતું કે આ ઘટના બાદ મંજુની ભાભી આકાંક્ષાને બોલાવી હતી અને બંનેએ સાથે ગેટ ખોલ્યો હતો. જોકે, આકાંક્ષાએ કહ્યું હતું કે તેને રામુ બોલાવવા આવ્યો હતો. જ્યારે તે પહોંચી તો દરવાજો ખુલ્લો જ હતો. તેણે જ બંનેને ફાંસીના ફંદા પરથી નીચે ઉતાર્યા હતા. ત્યારબાદ તેણે જોયું કે બંનેનું મોત થઈ ગયું હતું.

બંનેનો પ્રેમ જોઈને પતિ ઝઘડો કરતો હતોઃ પોલીસના જણાવ્યા પ્રમાણે, પૂનમના લગ્નને છથી સાત વર્ષ થયા છે. મંજુના લગ્ન આ વર્ષે 20 જૂનના રોજ દતિયા જિલ્લામાં થયા હતા. 23 જુલાઈના રોજ તે પોતાના પિયર આવી હતી. તે રક્ષાબંધન બાદ સાસરે જવાની હતી. બંને મહિલાઓની ગાઢ મિત્રતા જોઈને પૂનમ તથા તેના પતિ વચ્ચે ઝઘડા થતા હતા. આ જ વાત પર રક્ષાબંધન પર પણ ઝઘડો થયો હતો. પછી પૂનમે મંજુને બોલાવી હતી અને બંનેએ આત્મહત્યા કરી હતી. પોલીસ આ કેસમાં તપાસ કરી રહ્યાં છે.