મેડિકલની વિદ્યાર્થિની ડૉક્ટરના પ્રેમમાં પાગલ હતી, એવું શું બન્યું કે લટકી ગઈ પંખા સાથે

મુરાદાબાદઃ અહીંની તીર્થકર મહાવીર યુનિવર્સિટીની મેડિકલ સ્ટુડન્ટ ડૉક્ટર વૈશાલી ચૌધરીના મોત મામલે પોલીસે 2 ડૉક્ટર્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આ બંને ડૉક્ટર ટીએમયુથી જ પાસઆઉટ થયેલા છે. તેમના નામ આશિષ જાખડ અને સમર્થ જૌહરી.તેમની વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધાયો છે. પોલીસે આ કાર્યવાહી વૈશાલીના પિતા પ્રમોદ ચૌધરીની ફરિયાદના આધારે કરી છે. તેમણે જણાવ્યું કે, તેમની દીકરીની આશિષ જાખડ અને સમર્થ જૌહરી સાથે વાતચીત થતી હતી. આ બંનેના કારણે જ તેણે આત્મહત્યા કરી છે.

વૈશાલીના રૂમમાં કપાસ કરતા પોલીસને રજીસ્ટરમાંથી એક કાગળ મળ્યો હતો. આ કાગળ પર તેણે 200 વખત અંગ્રેજીમાં લખ્યું હતું- ‘આશિષ લવ વૈશાલી’. અહીં આશિષ એટલે આશિષ જાખડ છે. આશિષ જાખડે 2019માં ટીએમયુથી જ એમબીબીએસ પાસ કર્યું હતું. જે પછી તે દિલ્હીના કોઈ હોસ્પિટલમાં જોબ કરી રહ્યો હતો.

હાપુડમાં શિવનગરની રહેવાસી ડૉ. વૈશાલી ચૌધરી ટીએમયુમાં માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરીના બીજા વર્ષની સ્ટુડન્ટ હતી. વૈશાલીનો મૃતદેહ ગર્લ્સ હોસ્ટેલમાં તેના રૂમમાંથી મળી આવ્યો હતો. તેના રૂમમાં 2 અન્ય સ્ટુડન્ટ પણ રહેતી હતી. પોસ્ટમોર્ટમમાં વૈશાલીનું મૃત્યુ ફાંસો ખાવાને કારણે જ થયું હોવાની પૃષ્ટિ થઈ હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ડૉ. આશિષ પણ હાપુડનો રહેવાસી છે. તેઓ સાથે જ ટીએમયુ આવ્યા હતા. બંને વચ્ચે નિક્ટતા વધી હતી. એમબીબીએસ બાદ આશિષ દિલ્હી શિફ્ટ થયો જ્યારે વૈશાલીનો અભ્યાસ ચાલુ હતો. સાથી સ્ટુડન્ટ્સે પોલીસને જણાવ્યું કે, વૈશાલી આશિષ સાથે લગ્ન કરવા માગતી હતી.

જોકે આશિષ અમુક સમયથી લગ્ન કરવાથી દૂર ભાગી રહ્યો હતો. જેના કારણે ગત 1 વર્ષથી તણાવમાં રહેતી હતી. ડૉક્ટર આશિષ જાખડના પિતા સીઆરપીએફમાં ઈન્સપેક્ટર છે. તેનાકાકા પણ મુરાદાબાદ સિટી પોલીસ સ્ટેશનમાં એસએચઓ છે. આશિષનો પરિવાર લગ્ન માટે તૈયાર નહોતો. વૈશાલી આશિષ પર લગ્ન માટે દબાણ કરી રહી હતી.

જોકે આશિષ પરિવારનું કારણ ધરી લગ્નના નિર્ણયથી પીછેહટ કરી ચૂક્યો હતો. ફરિયાદમાં બીજુ નામ ડૉક્ટર સમર્થ જોહરીનું છે. સમર્થે 2020માં ટીએમયુથી એમડીએસ કર્યું હતું. તેની સાથે પણ વૈશાલીની ઘણી વાતો થતી હતી. વૈશાલીના પિતાએ આશંકા વ્યક્ત કરી કે સમર્થ અને આશિષની કોઈ હરકતને કારણે દીકરીએ આત્મહત્યા કરી હશે.