18 વર્ષથી બાળક થતું નહોતું, દંપતીએ કોલગર્લની બલિ આપી, ભલભલા હચમચી ઉઠ્યા

ગ્વાલિયરમાં ગુરુવારે મળેલી મહિલાની લાશ કોલગર્લની હોવાનું સામે આવ્યું છે. લગ્નના 18 વર્ષ પછી પણ બાળકો ન થતાં દંપત્તિએ બહેન અને તેના બોયફ્રેન્ડ સાથે મળીને એક તાંત્રિકના ઇશારે કોલગર્લની હત્યા કરી હતી. આ આઈડિયા મર્ડર-2 મૂવી જોઈને મળ્યો હતો. આરોપીઓએ વિચાર્યું કે કોલગર્લને બોલાવીને તેની બલિ આપી દેશું. કોઈ પૂછપરછ પણ નહીં કરે અને પોલીસ થોડાક દિવસ તપાસ કર્યા પછી ભૂલી જશે. પણ કોલગર્લની કોલ ડિટેઇલ અને CCTV ફૂટેજે મર્ડર મિસ્ટ્રી સોલ્વ કરી દીધી હતી.

બાળકોની ઇચ્છામાં દંપત્તિ તાંત્રિકની જાળમાં ફસાઈ ગયા અને હત્યાનું ષડયંત્ર બનાવ્યું હતું. કોલગર્લની હત્યા કરી દંપત્તિની બહેન અને તેના બોયફ્રેન્ડ લાશ તાંત્રિક પાસે લઈ જઈ રહ્યા હતાં. પણ લાશ બાઇક પરથી પડી ગઈ હતી. આ પછી બંને લાશને છોડીને ભાગી ગયા હતાં. પોલીસે દંપત્તિને તેમની બહેન અને બહેનના બોયફ્રેન્ડ ઉપરાંત તાંત્રિકની પણ ધરપકડ કરી છે. આ ઘટનાનો માસ્ટરમાઇન્ડ નીરજ પરમાર છે. તેણે બેટૂએ સાથે મળીને કોલગર્લની હત્યા કરી છે. તાંત્રિકે શરદ પૂર્ણિમાએ બલિ દેવાનું કહ્યું હતું.

આ છે સમગ્ર ઘટના
ગ્વાલિયરમાં ગુરુવારે સવારે હજીરાની IIITM કોલેજ પાસે મુરૈના રોડ પર મહિલાનો શબ રોડના કિનારે પડેલો મળ્યો હતો. ગળા પર નિશાન પણ મળ્યા હતાં. મહિલાની ઓળખ આરતી ઉર્ફે લક્ષ્મી મિશ્રા નિવાસી હજીરા તરીકે થઈ હતી. 12 વર્ષ પહેલાં તેના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતાં. પતિએ છૂટાછેડાનું કારણ તેનું વર્તન યોગ્ય ના હોવાનું જણાવ્યું હતું.

મહિલા થોડોક સમય કોઈ ઓટો ડ્રાઈવર સાથે લિવઇનમાં રહી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે કોલ ડિટેલમાં ઘણાં રાઝ ખૂલી ગયા હતાં. ઉલ્લેખનીય છે કે, તે એક કોલગર્લ હતી. આ પછી પોલીસે તે એંગલથી તપાસ શરૂ કરી હતી. 24 કલાકમાં CSP મહારાજપુરા રવિ ભદોરિયા, TI હજીરા આલોક સિંહ પરિહારની ટીમે આ અંગે ખુલાસો કરી દીધો હતો.

આરતીની હત્યા કરનારા અને ષડયંત્રમાં સામેલ તાંત્રિક ગિરવર યાદવ, મમતા ભદોરિયા તેનો પતિ બેટૂ ભદોરિયા, બેટૂની બહેન મીરા રાજાવત અને તેના બોયફ્રેન્ડ નીરજ પરમારની ધરપકડ કરવામાં આવી છે. હત્યા તાંત્રિક ગિરવરના ઇશારે કરવામાં આવી હતી.

મમતા ભદોરિયા અને બેટૂ ભદોરિયા નિવાસી મોતી નદીના લગ્નને 18 વર્ષ થઈ ગયા હતાં. તેમને કોઈ બાળક નહોતાં. બેટૂને એક દીકરો હોવાની ઇચ્છા હતી. તેમણે ઘણાં ડૉક્ટર અને બાબાને બતાવ્યું પણ બાળકનો જન્મ થયો નહીં. આ પછી બેટૂએ પોતાની બહેન મીરા રાજાવતને વાત કરી હતી. તેણે પોતાના ફ્રેન્ડ નીરજ પરમારને આખી વાત જણાવી હતી. નીરજે દરેકને જણાવ્યું કે, તે મુરૈના સરાયછોલા નિવાસી તાંત્રિક ગિરવર યાદવને ઓળખે છે. આ કામ તે ચપટી વગાડીને કરી શકે છે. આ પછી ગિરવર સાથે મુલાકાત થઈ તો તેમણે એક જીવના બદલામાં એક જીવ માંગ્યો હતો. એટલે કે, બાળક જોઈતું હોય તો એક બલિ આપવી પડશે.

બલિ માટે આઇડિયા ઇમરાન હાશમી અને જેકલિનની મર્ડર-2માંથી મળ્યો હતો. મૂવીમાં એક સિરિયલ કિલર કોલગર્લને ઘરે બોલાવી તેની હત્યા કરી દે છે.કોલગર્લનો કોઈ સંબંધી હોતું નથી. એટલે પોલીસ આ મામલો સોલ્વ કરી શકતી નથી. આ રીતે નીરજે પ્લાન બનાવ્યો હતો.

પકડાઈ ગયા પછી તેમણે ખુલાસો કર્યો હતો કે, તેમણે ક્યાંકથી નંબર લઈને આરતીને બુધવાર રાતે મળવા માટે બોલાવી હતી. તેને 10 હજાર રૂપિયામાં બુક કરી હતી. આ પછી બેટૂ ભદોરિયા તેને લઈને મોતીઝીલ પહોંચ્યો હતો. અહીં બેટૂ અને નીરજે સાથે મળીને તેની હત્યા કરી દીધી હતી.

આ પછી તેમને હજીરામાં રહેતાં એક તાંત્રિકને બલિનો ફોટો દેખાડ્યો હતો. મોબાઇલમાં ફોટો ક્લિક કર્યા પછી પકડાઈ જવાના ડરે તેને ડિલીટ કરી દીધા હતાં. આ પછી નક્કી થયું કે, લાશને જીવતી હોય તેમ લઈ જશે અને તાંત્રિકને બતાવીને ફેંકી દેશે.

બાઇક પરથી પડી લાશ, મૂકીને ભાગ્યા
રાતે 11 વાગ્યે નીરજ અને મીરા બાઇક પર આરતીની લાશને વચ્ચે બેસાડીને તાંત્રિકના ઘરે લઈ જવાં નીકળ્યા હતાં. રસ્તામાં IIITM કોલેજ નજીક અચાનક બાઇકનું બેલેન્સ બગડ્યું તો વચ્ચે આરતીની લાશ રોડ પર પડી ગઈ હતી. આ પછી બંને ઘબરાઈ ગયા હતાં. ત્યાંથી કેટલાક લોકો પણ નીકળી રહ્યા હતાં. આ પછી તે ત્યાંથી ભાગી ગયા હતાં.