ભારતમાં આ ચોરબજારમાં વેચાય છે રાજાશાહી સામાન, મફતના ભાવે મળશે એન્ટીક ચીજો

પૂના: ભારતમાં અનેક ચોર બજારમાંનું એક છે જૂના બજાર. પૂનાના આ જાણીતા ચોર બજારમાં એટલી ભીડ રહે છે કે વ્યક્તિનું બચવાનું મુશ્કેલ બને છે. વીર સંતાજી ઘોરપોડે રોડ પરના જૂના માર્કેટ પોતાના એન્ટીક કલેક્શન્સ માટે જાણીતું છે. આ ચોર બજારમાં મરાઠા સામ્રાજ્યના સમયમાં વાપરવામાં આવેલી ચીજો સરળતાથી મળે છે. આ દરેક ચીજો મળી રહે છે જૂના ચોર માર્કેટમાં…

આમ તો આ જાણીતા અને ઐતિહાસિક ચોર બજારમાં કપડાંથી લઇને ચપ્પૂ અને છૂરી સુધીની ચીજો મળે છે. પણ ખરેખર તો આ માર્કેટ એ લોકો માટે જાણીતું છે જેમને એન્ટીક ચીજો રાખવાનો શોખ છે. ક્યારેક રાજઘરાનાની શોભા વધારનારી ચીજો તમને અહીં સરળતાથી મળે છે. જ્યારે સામાનની કિંમત લાખોમાં છે, તેને બાર્ગેન કરીને તમે હજારોમાં ખરીદી શકો છો.

ક્યારે ભરાય છે આ ચોરબજાર?
જૂના માર્કેટ અઠવાડિયામાં દર બુધવાર અને રવિવારે ભરાય છે. સવારે 9 વાગ્યાથી શરૂ થતા આ બજારમાં સાંજે 7 વાગ્યા સુધી રોનક રહે છે.

શું શું ખરીદી શકો છો અહીં?
આ ચોર બજારમાં તમને 17મી શતાબ્દીના સિક્કાથી લઇને જૂના ટેલિસ્કોપ, પિત્તળની મૂર્તિઓ અને સાથે જૂના કેમેરા પણ મળે છે. અહીં એન્ટીક સિક્કા 50 રૂપિયા પ્રતિ પીસ ખરીદી શકાય છે. આ ચોર બજારમાં ભાવતાલ કરીને તમે ઘણા સસ્તા આઇટમ્સ ખરીદી શકો છો.