પહેલાં કંઇક આવું હતું આજનું ગોવા, આઝાદીના 14 વર્ષ બાદ પણ રહ્યું ગુલામ

પણજી: આજે પોતાની પ્રાકૃતિક સુંદરતાના કારણે દુનિયાભરમાં આ દેશ ટૂરિસ્ટનું મનપસંદ પ્લેસ બની ચૂક્યું છે. એક સમયે જ્યારે તમે કલ્પના પણ નહીં કરી હોય ત્યારે અહીં આઝાદીના 14 વર્ષ બાદ પણ પોર્ટુગલોએ શાસન કર્યું. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે 19 ડિસેમ્બર 1961માં પોર્ટુગલથી ગોવા કેવી રીતે આઝાદ થયું. અહીં બતાવવામાં આવ્યા છે આઝાદી પહેલાંના ગોવાના ફોટોઝ…

  • 19 ડિસેમ્બર 1961ના રોજ ભારતીય સેનાએ ‘ઓપરેશન વિજય અભિયાન’ શરૂ કર્યું અને ગોવા, દમણ અને દીવને પોર્ટુગલના શાસનથી મુક્ત કર્યું. ભારત સરકારના આદેશ બાદ ભારતીય સેનાએ અહીં ઓપરેશન શરૂ કર્યું હતું.
  • પોર્ટુગલ સેનાના થોડા વિરોધ બાદ ઘૂંટણ ટેકવી દીધા અને સાથે પોર્ટુગલના ગર્વનરે સરેંડર ફોર્મ પર સાઇન કરીને ગોવા છોડી દીધું. ત્યારબાદ તેને Goa Liberation Day ‘ગોવા મુક્તિ દિવસ’ના રૂપમાં મનાવવામાં આવે છે.
  • માનવામાં આવે છે કે 16મી શતાબ્દિમાં પોર્ટુગલ અહીં શોધના હેતુથી આવ્યા હતા. ત્યારબાદ તેઓએ ગોવા પર શાસન કર્યું. લગભગ 450 વર્ષ સુધી પોર્ટુગલોએ ગોવા પર રાજ કર્યું.
  • 1961માં પોર્ટુગલથી આઝાદી મેળવ્યા બાદ ગોવાનો ઝડપથી વિકાસ થવા લાગ્યો. દેશ – વિદેશથી અહીં સુંદરતા જોવા માટે લોકો આવન જાવન કરવા લાગ્યા. ભારતની સૌથી નજીકના વિકસિત રાજ્યોમાંનું એક છે. અહીંનું કલ્ચર આજે પણ પોર્ટુગલના કલ્ચરની ઝલક આપે છે.
  • ગોવાની લગભગ 60 ટકા વસતીમાં હિંદુ અને લગભગ 28 ટકામાં ખ્રિસ્તી છે. તેમાં સમાજનો વધારે પ્રભાવ હોવા છતાં અહીં લોકો વાસ્તુશાસ્ત્રને વધારે માને છે.