વિદેશી નહીં ઇન્ડિયન છે આ યુવતી, સુંદરતા બની મુશ્કેલીનું કારણ

મુંબઈ: હાલમાં 26 વર્ષની એક યુવતીના ફોટોઝ સોશિઅલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. તેની સુંદરતા તેમના માટે મુશ્કેલીનું કારણ બની ચૂકી છે. ખરેખર તો પૂજા ગણાત્રાના લૂક્સ સંપૂર્ણ રીતે એક વિદેશી યુવતીના જેવા છે. તેને જોઇને કોઇ કહી શકતું નથી કે તે ઇન્ડિયન છે. તેની સુંદરતાના વખાણ કરવાના કારણે લોકો તેમની નસ્લીય ટિપ્પણી કરી રહ્યા છે. ભારતીય મૂળના માતા પિતાના જન્મ લેનારી પૂજા મુંબઇમાં રહે છે. પૂજાના આધારે તેના લૂક્સ પર એવી કમેન્ટ કરીને લોકો વિદેશી હોવાનો અહેસાસ કરાવી રહ્યા છે જે તેને અપશબ્દો જેવું લાગે છે.

શા માટે થઇ રહ્યું છે આવું?
પૂજાના લાલ વાળ, ભૂરી સ્કિન અને લીલી આંખો છે. તેના આ વિદેશી લૂક જોઇને તેમને અનેક વાર લોકોએ તેમને છેડ્યા. તેઓએ બૂલી કરનારા લોકો કહે છે કે તેમને સ્કિન સંબંધિત કોઇ બિમારી છે.

  • પૂજા પોતાના અનોખા લૂક્સને લઇને કહે છે કે તેને પોતાને પણ ખ્યાલ નથી કે તેનો લૂક કોઇ વિદેશી મહિલા જેવો કેવી રીતે થયો છે.પૂજાના પેરન્ટ્સ ઇન્ડિયન મૂળના છે. તે કહે છે કે જન્મ્યા બાદ તે સૌથી અલગ દેખાવવા લાગી હતી. તેની પર અનેક લોકો અભદ્ર સવાલો પણ કરતા હતા.
  • પૂજાએ આ વાત પોતાના ફેસબુક પોસ્ટ પર પણ લખી છે. પૂજાને ભારતીય હોવાનો ગર્વ છે, પણ આ રીતે પોતે થનારી કમેન્ટ્સને કારણે તે પોતાને સોસાયટીથી અલગ અનુભવે છે. બાળપણમાં પૂજાને તેના લૂક્સના કારણે સ્કૂલના બાળકો પણ અનેક પ્રકારની કમેન્ટ્સ કરતા હતા.
  • પૂજાના આધારે વીતતા સમયની સાથે તેને ચીઢવનારાની સંખ્યા વધી રહી છે. અને આ કારણે તે પોતાને એટ્રેક્ટિવ માનતી નથી.
  • પૂજાનો કપડાંનો ફેમિલી બિઝનેસ છે.તેના લૂક્સના કારણે બાળપણમાં ઘરવાળાઓને પણ ચિંતા થતી હતી કે તેને કોઇ બિમારી તો નહીં હોય ને.
  • હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે એક કોલેજ ટીચરે તેની સ્કિન અને ડ્રેસઅપને લઇને પ્રશ્નો કર્યા હતા. કોલેજ ટીચરે પૂજાને કહ્યું કે તેની સ્લીવલેસ ડ્રેસનો કલર તેની સ્કીનથી એટલો મેચ કરે છે કે તે આઇ કેચી છે.