દિલ્લીની 5 સૌથી ભૂતિયા જગ્યાઓ, જતાં ડરે છે લોકો

નવી દિલ્હી: દિલ્લી ફરવા માટે દર વર્ષે દુનિયાભરમાંથી પર્યટકો આવે છે. પણ આ શહેરમાં કેટલીક એવી ભૂતિયા જગ્યાઓ છે જ્યાં જવાથી લોકો ડરે છે. લોકોનું માનવું છે કે અહીં ભૂત, આત્મા કે અદ્રશ્ય શક્તિઓ દેખાય છે. આ જગ્યાએ રાતના અંધારામાં જવું તો દૂર પણ લોકો દિવસે પણ જવાથી ડરે છે. જાણો આવી જ 5 જગ્યાઓ વિશે. દિલ્લી કંટોનમેન્ટ જવાથી શા માટે ડરે છે લોકો?

દિલ્લીની આ જગ્યા જંગલ જેવી દેખાય છે. કહેવાય છે કે અહીંની સુમસામ સડકો પર એક મહિલા સફેદ કપડાં પહેરીને લિફ્ટ માંગે છે. જો તમે આગળ નીકળવાની કોશિશ કરો છો તો આ મહિલા કારની સ્પીડમાં તમારી પાછળ દોડીને તમારો પીછો કરે છે. આ રસ્તાથી નીકળતા અનેક લોકોએ જોયું છે. તેમનું કહેવું છે કે આ વિસ્તારમાં જો કોઇ લિફ્ટ માંગે છે તો ગાડી રોકવાની ભૂલ ક્યારેય ન કરવી જોઇએ.

જમાલી કમાલીનો મકબરો અને મસ્જિદ મહરૌલી:
આ મસ્જિદ દિલ્લીના મહરૌલીમાં બની છે. અહીંના સૂફી સંત જમાલી અને કમાલીની કબર છે. લોકોનું કહેવું છે કે અહીં જિન રહે છે. અહીં અનેક વિચિત્ર અવાજ આવે છે. કહેવાય છે કે આ સૂફી સંતની કબરથી અવાજ આવે છે. જે લોકોને પાસે બોલાવવા અવાજ કરે છે. આ જગ્યાએ રાતે જવું જીવલેણ બની શકે છે.

માલચા મહેલ:
આ મહેલ દિલ્લીના દક્ષિણમાં જંગલોમાં છૂપાયેલો છે. તેને સાતસો વર્ષ પહેલાં ફિરોજ શાહ તુગલકે શિકાર કરવા બનાવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી વેરાન રહેવાના કારણે આ જગ્યા ખંડેર બની છે. આ મહેલામાં બેગમ વિલાયત ખાને આત્મહત્યા કરી હતી. લોકોનું માનવું છે કે તેમની આત્મા આજે પણ આ મહેલમાં ભટકતી રહે છે.

ફિરોઝ શાહ કોટલા વિલા:
ફિરોઝ શાહ તુગલકે આ કિલ્લો બનાવ્યો હતો જે હવે ખંડેર થઇ ગયો છે. લોકોનું કહેવું છે કે અહીં દર ગુરુવારે મીણબત્તી અને અગરબત્તી બળતી દેખાય છે. આ કિલ્લાના અનેક ભાગમાં વાટકામાં દૂધ અને અનાજ રાખેલું પણ જોવા મળે છે. અહીં મોટાભાગે એવું થાય છે કે જેના કારણે આ જગ્યાને ભૂતિયા કિલ્લાના રૂપમાં ઓળખવામાં આવે છે.

લોહીની નદી:
આ નદીની આસપાસ કોઇ આવતું નથી. તેના કિનારે અનેક લોકોએ આત્મહત્યા કરી લીધી હતી. તેમના મૃત્યુના કારણને હાલ સુધી કોઇ સમજી શક્યું નથી. આ કારણે લોકો તેને ડરામણી જગ્યા માને છે.