સુરતના આ દંપતીએ લોકોનું કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવી નાખ્યું? લોકોને આપતાં હતા આવી લાલચ

સુરત શહેરના સરથાણામાં એક ઓફિસ શરૂ કરીને કંપનીમાં રોકાણ કરી માત્ર બે વર્ષમાં ડબલ રૂપિયા કરવાની ગેરંટી આપનાર DSGM ઈન્ડિયા પ્રા.લિ ઉઠી જતાં કંપનીના ડિરેક્ટરો સહિત 9 લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આરોપી ભાર્ગવ પ્રવીણચંદ્ર પંડ્યાએ સરથાણા જકાતનાકા પાસે ગોકુલમ આર્કેડમાં 5 વર્ષ પહેલાં આયુર્વેદિક પ્રોડ્કટનું વેચાણ કરવા DSGM કંપનીના નામથી માર્કેટિંગ શરૂ કર્યું હતું. મહત્વની વાત એ છે કે, તે લોકોને લલચાવવા માટે બોલિવૂડ પાર્ટીઓ પણ આપતો હતો.

બે વર્ષમાં એકના ડબલ કરવામાં ભાર્ગવની સાથે તેની પત્ની શિવાની અને તેનો ભાઈ પણ સામેલ હતો. કંપનીમાં રોકાણ કરવાથી આયુર્વેદિક પ્રોડ્ક્ટ અથવા ગમે તે બીજી કોઈ વસ્તુઓ આપતાં હતાં. શરૂઆતમાં તો રૂપિયા 7500 ભરવાના હતાં તેમજ પોતે રોકાણ કરાવ્યા બાદ પણ તમારે બીજા સભ્યો બનાવનારને કમિશન મળશે તેવી લાલચ આપતાં હતાં. રોકાણ કરનારને 24 મહિનામાં ડબર રૂપિયા આપવાની ગેરંટી પણ આપતાં હતાં. જો તમારે કોઈ પ્રોડક્ટ ન જોઈતી હોય તો પણ તમે કંપનીમાં રોકાણ કરી શકો તેવી પણ સ્કીમો આપતાં હતાં. તેમણે આવો દાવો કર્યો હતો કે, કીમમાં પીવીસી પાઈપ અને રોયલ કન્સ્ટ્રક્શનું મોટું કામ ચાલી રહ્યું છે પરંતુ એપ્રિલ 2019માં કંપની ઉઠી જતાં તેની ઓફિસ પણ બંધ કરી દેવામાં આવી હતી.

પરંતુ ઓફિસ જનારા રોકાણકારોને હવે રોવાનો વારો આવ્યો. રોકાણ કરનાર પૈકી અભિમન્યુ પાટિલએ પોતે અને ઓળખીતા 27 લોકોના 46 લાખ જેટલાનું કંપનીમાં રોકાણ કર્યું હતું પરંતુ હવે રૂપિયા પરત ન આવતાં 9 લોકો સામે ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ભાર્ગવ, જિતેન્દ્ર મોહંતો, કૌશિક રાઠોડ, સંજય દેસાઈ, વિનોદ વણકરની ધરપકડ થઈ છે જ્યાેર શિવાની, મહેન્દ્ર, હનીસિંઘ અને નવીન મોહંતો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ભાર્ગવ પંડ્યા સહિતના ડિરેક્ટરોએ મુંબઈ અને દિલ્હીમાં કંપનીના પ્રમોશન માટે મોટા-મોટા પોગ્રામ પણ કર્યાં હતાં. આ આખી ગેંગ ઓછી ખરીદી પર પણ વિદેશી ટૂરની લોભામણી લાલચ આપતાં હતાં. એજન્ટોને મોંઘી ગિફ્ટો પણ આપતાં હતાં.

2018માં મુંબઈમાં બોલિવૂડ અભિનેતાઓને અવોર્ડ આપવા યોજાયેલા સાતમા ટીફા અવોર્ડ સમારંભમાં ભાર્ગવ પંડ્યાની કંપનીએ સ્પોન્સરશિપ કરી હતી. જેમાં ઘણાં બોલિવૂડ સ્ટાર્સ જોવા ળ્યાં હતા તેવી માહિતી સામે આવી રહી છે.

જે લોકો રોકાણ કર્યું હતું લોકોને આ આરોપીઓએ એપ્રિલ 2019 સુધી કમિશન પણ આપ્યું હતું. અભિમન્યુ પાટીલે જાણીતા 27 લોકો પાસે 63.30 લાખ રૂપિયાનું આ કંપનીમાં રોકાણ કરાવ્યું હતું જેમાં રોકાણકારોને 1780 લાખ રૂપિયા કમિશન પેટે પરત આવી ગયા હતાં જોકે હજુ 45.50 લાખ રૂપિયા કંપનીમાં જમા છે.