પ્રેગ્નન્ટ કરીના કપૂરે આ ખાસ ગર્લ ગેંગ સાથે માણી પાર્ટીની મજા, જુઓ તસવીરો

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન પ્રેગ્નેન્ટ છે અને તે પોતાની પ્રેગ્નેન્સી ટાઈમને મિત્રોની સાથે એન્જોય કરતી જોવા મળી રહી છે. બીજીવાર માતા બનાવા જઈ રહેલ કરીના પોતાને ખુશ રાખવા માટે પુરેપુરી કોશિશ કરી રહી છે. હાલમાં જ કરીના કપૂરે પોતાની બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર મલાઈકા અરોરા અને અમૃતા અરોરાની સાથે એન્જોય કરતી હતી તેની તસવીર સામે આવી હતી.

તમને જણાવી દઈએ કે, પોતાની રિસેન્ટ આઉટિંગ દરમિયાન કરીના કપૂર ખાન ગર્ગ ગેંગ સાથે રિયૂનાઈટેડ થઈ હતી. આ તસવીર પણ કરીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. પિક્ચરમાં મલાઈકા, અમૃતા અરોરા, નતાશા પૂનાવાલા અને મલ્લિકા ભટ્ટની સાથે કરીના ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતી નજરે પડી હતી. પિક્ચરમાં બધા બ્યુટીફૂલ લેડીજ હસતા-હસતા કેમેરા સામે પોજ આપી રહી હતી. આ તસવીર શેર કરતાં કરીનાએ કેપ્શનમાં લખ્યું હતું કે, ફરીથી. ત્યારે બહેન કરીશ્મા કપૂરના નામનો ઉલ્લેખ કર્યો હતો અને લખ્યું હતું કે, મિસિંગ લોલો.

કરીના કપૂરે, મલાઈકા અને અમૃતા અરોરા બહુ સારા મિત્રો છે. તસવીરોમાં કરીના કપૂર બ્લૂ કલરના આઉટફિટમાં જોવા મળી હતી જ્યાર મલાઈકાએ વ્હાઈટ રંગનો ડ્રેસ અને અમૃતા ફૌજી જોડીમાં પોજ આપી રહી હતી.

કરીના કપૂર પોતાના બીજા બાળકને માર્ચ મહિનામાં જન્મ આપશે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો કરીના જલ્દી આમિર ખાન સ્ટારર લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. તે છેલ્લીવાર ઈરફાન ખાન સાથે ફિલ્મ અંગ્રેજી મીડિયમાં જોવા મળી હતી.