આ ગુજરાતણે કોઈના કર્યું હોય એવું કરી બતાવ્યું છે કામ, ભુજથી ભરી ઉડાન

એટલાન્ટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગરને લાઈટ સ્પોર્ટ એરક્રાફ્ટ (એલ.એસ.એ) દ્વારા એકલા પાર કરનારી વિશ્વની મહિલા પાઈલટ આરોહી પંડિતે શુક્રવારે ઐતિહાસિક કારનામું કર્યું છે. વર્ષ 1932માં જી.આર.ડી ટાટા દ્વારા ઉડાવેલી દેશની પહેલી વ્યવસાયિક નાગરિક ઉડ્ડયનને તેમણે એકવાર ફરીથી ઉડાવી હતી.

ભારતીય વ્યવસાયિક નાગરિક ઉડ્ડયન ક્ષેત્રનાં જનક જે.આર.ડી ટાટા એ 15 ઓક્ટોબર 1932માં કાંરાચીથી મુંબઈ સુધી ટાટા સર્વિસની પહેલી વ્યવસાયિક ઉડ્ડયન સફળતા પૂર્વક શરૂ કરી હતી. તેમણે સિંગલ એન્જિનવાળા ડે હૈવિલેન્ડ પુસ મોથ વિમાન દ્વારા ઉડાન ભરી હતી. આ પાયલોટ મૂળ ગુજરાતની છે પણ મહારાષ્ટ્રમાં મોટી થઈ છે.

મહિલા પાઇલટ આરોહીએ મુંબઈના જૂહું એરપોર્ટથી વિમાનમાં એકલા ઉડાન ભરી હતી. આ પછી 15 ઓક્ટોબરે આરોહી પંડિતે ભુજ રનવેથી ઉડાન ભરી હતી. વર્ષ 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેનાના હમણાંથી ક્ષતિગ્રસ્ત એરફોર્સ માટે માધાપર ગામની મહિલાઓએ 72 કલાકમાં ફરી રનવે બનાવી દીધો હતો. તે મહિલાનું સન્માન કરતા દરેક કચ્છના માધાપરની વિરાંગના મહિલાઓને આશીર્વાદ લીધા પછી આરોહીએ ભુજ એરપોર્ટથી ઐતિહાસિક ઉડાન ભરી હતી.

મહિલા પાઇલટ આરોહી પંડિતે ભૂજથી ઉડાન ભર્યા પછી અમદાવાદમાં વિમાનમાં ઇંધણ ભરાવ્યું હતું અને મુંબઈના જૂહું સ્થિત ભારતના પહેલાં નાગરિક એરપોર્ટ પર લેન્ડ કર્યું. ઉડાન દરમિયાન આરોહી પંડિત લગભગ 946 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. જેમાં લગભગ 5 કલાકનો સમય લાગ્યો હતો. આ યાત્રામાં 60 લીટર પેટ્રોલનો ઉપયોગ થયો હતો. આ ઉપરાંત GPS, કોમ્પ્યુટરાઇઝ્ડ ઉપકરણનો ઉપયોગ કર્યો નહોતો. આ દરમિયાન તે સમુદ્ર સપાટીથી પાંચ હજાર ફૂટ ઉંચાઈ કરતાં નીચે રહી હતી.

તો ટાટા ગ્રુપનું કહેવું છે કે, ‘ઐતિહાસિક સફરને જીવંત કરવાનો આરોહીના પ્રયત્નને સમર્થન આપી ખુશી અનુભવીએ છીએ. જેઆરડી ટાટાના વિઝનને સાચી શ્રદ્ધાંજલિ છે.’

શું છે ઇતિહાસ?
ભારતીય નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના જનક જે.આર.ડી ટાટાએ 15 ઓક્ટોબર 1932માં કરાચીમાં મુંબઈ સુધી ટાટા એર સર્વિસિસની પહેલી ઉડાન સફળતાપૂર્વક ભરી હતી. તેમણે એક એન્જિનવાળા ડે હેવિલેન્ડ પુસ મોથ વિમાન દ્વારા ઉડાન ભરી હતી. તો આરોહી પંડિતે વર્ષ 2019માં એલ.એસ.એ દ્વારા એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરોને પાર કરનારી વિશ્વની પહેલી મહિલા પાઇલટ બની ગઈ હતી.