પાંચ દિવસ પહેલાં યુવતીની સગાઈ નક્કી થઈ, પ્રેમીએ ચાકુથી કરી નાખી હત્યા ને પછી..!

જોધપુરની એક હોટેલમાં મળેલો છોકરીનો શબ અને ટ્રેનમાં કપાઈને સ્યૂસાઇડ કરનારા યુવકની કહાનીમાં એક નવો વળાંક સામે આવ્યો છે. બુધવારે પોલીસે કરેલી તપાસમાં સામે આવ્યું કે, બંને વચ્ચે લગભગ 5 વર્ષથી અફેર ચાલતું હતું. લક્ષિતા નામની છોકરી સજોત રોડની રહેવાસી છે અને જોધપુરમાં રહેની લૉની સ્ટડી કરી રહી હતી. છોકરો હેમંત માહેશ્વરી નાગૌરનો રહેવાસી છે અને કપડાનો વેપારી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઘરવાળા તેમના સંબંધથી ખુશ નહોતાં. પાંચ દિવસ પહેલાં જ છોકરીના લગ્ન થયા હતાં. આ પછી મંગળવારે બંને જોધપુર મેડિકલ માર્કેટ સ્થિત એક હોટેલમાં મળ્યા. અહીં પહેલાં છોકરીની ચાકુ મારીને હત્યા કરી અને પછી હેમંતે મંડોર નજીક ટ્રેન સામે કૂદીને સ્યૂસાઇડ કરી લીધું. બુધવારે સાંજે લક્ષિતાનો શબ સોજત રોડ લાવવામાં આવ્યો હતો. જ્યાં ગમગીન માહોલમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

પાંચ વર્ષમાં હેંમત અને લક્ષિતા વચ્ચે અફેર એટલી હદ સુધી વધી ગયું કે બંને લગ્ન કરવા માંગતા હતા. ACP નૂર મોહમ્મદે જણાવ્યું કે, લક્ષિતાની સગાઈ ક્યાંય બીજે નક્કી થઈ ગઈ હતી અને હેમંતના ઘરે સગાઈની વાત ચાલી રહી હતી. આ પહેલાં બંનેએ પોતાના ઘરમાં એકબીજા સાથે લગ્ન કરવાનું કહ્યું હતું. પણ ઘરવાળા માન્યા નહીં. આ પછી બંનેએ જોધપુરમાં મળવાનો પ્લાન બનાવ્યો હતો.

લક્ષિતાના પરિજનોએ તેને ફોન કર્યો તો તેણે ફોન અને મેસેજનો જવાબ આપ્યો નહીં. એવામાં ચિંતિત પરિજનો જોધપુર પહોંચ્યા હતાં. ત્યાં તે ના મળતાં તે પોલીસ પાસે પહોંચી ગયા. પોલીસે લક્ષિતાનું લોકેશન ટ્રેસ કર્યું તો તે જાલોરી ગેટ સ્થિત હોટેલ સિદ્ધિ વિનાયકની આસપાસ મળ્યું.

હોટેલમાં પૂછપરછ કરતાં ખબર પડી કે, તે આ હોટેલમાં રોકાઈ છે. રૂમ સુધી પહોંચ્યા તો અંદરથી બંધ હતું. લોક તોડીને અંદર જોયું તો પલંગની પાસે ફ્લોર પર લોહીથી લથબથ તેમનો શબ પડેલો મળ્યો હતો. આ પહેલાં પોલીસને સવારે એક સ્યૂસાઇડની માહિતી મળી હતી. જ્યારે તેની તપાસ કરી તો સામે આવ્યું કે, તે નાગૌર નિવાસી હેમંત છે. જે આ હોટેલમાં રોકાયો હતો.