પાસપોર્ટ ફોટોમાં સની લિયોની ભલે સાવ ગંદી લાગે પણ એશની તો વાત જ નિરાળી છે!

મુંબઈઃ એવું કહેવાય છે કે તમે ગમે તેટલા સૂંદર કેમ ના હોવ પરંતુ પાસપોર્ટ, પેન કાર્ડ અને આધારકાર્ડ પર તો ખરાબ જ દેખાશો. કંગના રનૌતથી લઈ પ્રિયંકા ચોપારા સુધીની એક્ટ્રેસિસ મામલે પણ આ વાત સાચી સાબિત થઈ રહી છે. આજે અમે તમારી સમક્ષ બોલિવૂડ સેલેબ્સની પાસપોર્ટની તસવીરો રજૂ કરી રહ્યાં છીએ.

કંગના રનૌતઃ કંગનાની તસવીર જોઈને કહી શકાય છે કે, હાલની કંગના અને પાસપોર્ટમાં દેખાતી કંગના વચ્ચે કેટલું અંતર છે.

સની લિયોનીઃ બોલિવૂડની સૌથી ગ્લેમરસ એક્ટ્રેસમાંથી એક સની લિયોની એટલે કરનજીત કૌરની તસવીર જોઈ તમે ઓળખી પણ નહીં શકો. એકસમયે તે અમેરિકામાં એડલ્ટ ફિલ્મ્સમાં કામ કરતી હતી. જે પછી હાલ તે ભારતીય ફિલ્મ્સમાં કામ કરી રહી છે.

શાહરૂખ ખાનઃ બોલિવૂડનો કિંગ ખાન શાહરૂખ પાસપોર્ટ મામલે થોડો ભાગ્યશાળી નીકળ્યો. કારણ કે તેની તસવીર એટલી ખરાબ નથી દેખાતી કે તેને ઓળખી ના શકાય.

પ્રિયંકા ચોપરાઃ આ પાસપોર્ટ તસવીરમાં પ્રિયંકા જેવી દેખાય છે તેવી તે ઈન્સ્ટાગ્રામવાળી તસવીરોમાં ક્યારેય દેખાતી નથી.

ઐશ્વર્યા રાય બચ્ચનઃ બોલિવૂડની સૌથી સુંદર એક્ટ્રેસમાંથી એક ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતા પાસપોર્ટમાં પણ દબાવી શકાય નહીં. બની શકે આધાર કાર્ડમાં તેની તસવીર આટલી સુંદર ના હોય.

અભય દેઓલઃ બોલિવૂડ એક્ટર અભય દેઓલે પોતાની આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં પ્રથમ તસવીર સ્ટુડન્ટ વિઝા માટેની હતી અને બીજી તસવીર હાલના સમયની. ઉંમરની સાથે તે ઘણા સ્માર્ટ બની ગયો છે.

નયનતારાઃ સાઉથ ઈન્ડિયન ફિલ્મ્સની લેડી સુપરસ્ટાર નયનતારાની સુંદરતા જેટલી સોશિયલ મીડિયા પર જોવા મળે છે, તેટલી પાસપોર્ટમાં જોવા મળતી નથી.