નાની ઉંમરમાં દુલ્હન બની ગયેલી યુવતીને મળી આઝાદી, 19 વર્ષની ઉંમર થતાં પતિને કહ્યું…

જોધપુરઃ રાજસ્થાનના ભીલવાડાની ફેમિલી કોર્ટમાં હાલમાં 12 વર્ષ જૂના બાળ વિવાહને રદ્દ કરવામાં આવ્યા છે. સાત વર્ષની ઉંમરમાં દુલ્હન બનેલી માનસીએ જોધપુરના સારથી ટ્રસ્ટની મદદથી ભીલવાડામાં લગ્ન રદ્દ કરવાની અપીલ કરી હતી. અંતે 19 વર્ષની ઉંમરમાં માનસીને બાળ વિવાહમાંથી આઝાદી મળી. માનસી બીએ કરે છે અને ટીચર બનવા માગે છે.

દેમાં બાળ વિવાહ નાબૂદ કરવાનું કેમ્પેઇન ચલાવનાર જોધપુર સારથી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. કૃતિ ભારતીએ કહ્યું હતું કે માનસી મૂળ રીતે ભીલવાડા જિલ્લાના પાલડીમાં રહે છે. માનસીના બાળલગ્ન 2009માં બનેડા સ્થિત થયા હતા. તેણે 12 વર્ષ સુધી બાળ લગ્ન સહન કર્યાં.

આ દરમિયાન જાતિ પંચ તથા અન્ય લોકોએ સતત સસારે જવાનું દબાણ કરતા હતા. જોકે, માનસીએ સાસરે જવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તેને સતત ધમકી મળતી હતી. પતિ કંઈ જ કામધંધો કરતો નહોતો અને ભણેલો પણ નહોતો.

સારથીએ કોર્ટનો દરવાજો ખખડાવ્યોઃ માનસીને ડો.કૃતિ ભારતી અંગે માહિતી મળી હતી અને તેણે તેમનો સંપર્ક કરીને લગ્ન રદ્દ કરાવવાનું કહ્યું હતું. ડો.કૃતિએ આ વર્ષે માર્ચમાં ભીલવાડામાં ફેમિલી કોર્ટમાં બાળલગ્ન રદ્દ કરવાની અપીલ કરી હતી. કોર્ટમાં માનસીની સાથે ડો.કૃતિ ભારતીએ લગ્ન અંગે માહિતી આપી હતી. ત્યારબાદ ફેમિલી કોર્ટના જજ હરિવલ્લભ ખત્રીએ માનસીના 12 વર્ષ પહેલાં માત્ર 7ની ઉંમરમાં થયેલા બાળ લગ્નને રદ્દ કરવાનો નિર્ણય આપ્યો હતો.

43 બાળ લગ્ન કેન્સલ કર્યાઃ જોધપુરના સારથી ટ્રસ્ટના ડો.કૃતિ ભારતીએ દેશના પહેલાં બાળ લગ્ન રદ્દ કરાવ્યા હતા. ડો.કૃતિએ અત્યાર સુધી 43 બાળ લગ્ન રદ્દ કરાવવા ઉપરાંત 1500થી વધુ બાળ લગ્ન અટકાવ્યા છે અને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

ડો.કૃતિના આ સાહસિક કેમ્પેઇનને સીબીએસઈ અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે.