ગર્લફ્રેન્ડ સાથે મજા માણતો હતો પોલીસ, અચાનક જ પત્ની આવી ને કરી નાખી ધોલાઈ

મૈનપુરીના ગોલા બજારના એક રૂમમાં પ્રેમિકા સાથે રંગરેલીયા મનાવી રહેલા સૈનિકને તેની પત્ની અને સાળાએ રંગેહાથ પકડી પાડ્યો હતો અને આ પછી તેની પત્ની અને સાળાએ મળીને આગ્રાના રહેવાસી આ કોન્સ્ટેબલને સખત માર મારવામાં આવ્યો હતો. જ્યારે પોલીસને આ ઘટના અંગે જાણ થઇ ત્યારે પોલીસે કોન્સ્ટેબલ અને તેની પ્રેમિકા બંનેને કસ્ટડીમાં લીધા હતા. આ ઘટના સામે આવ્યા બાદ એસપીએ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને ખાતાકીય તપાસના આદેશ આપ્યા.

આગ્રાના થાણા કગ્રૌલ વિસ્તારના બિસૈરા ગામનો રહેવાસી કોન્સ્ટેબલ હાલ પ્રવર્તમાન સમયમાં જિલ્લાની પોલીસ લાઈનમાં ફરજ બજાવે છે. બુધવારે રાત્રે નાઇટ ડ્યૂટી કર્યા બાદ ગોલા બજારમાં આવેલા પોતાના રૂમમાં આવ્યો હતો. ત્યા તેની બાંદાની નિવાસી પ્રેમિકાપણ હાજર હતી. આ બંને રૂમમાં રંગરેલીયા મનાવતા હતા. આ સમય દરમિયાન સૈનિકની પત્ની અને તેનો દિયર ત્યાં આવી પહોંચ્યા હતા. સૈનિકને અન્ય યુવતી સાથે જોઈને પત્નીનો પારો ચઢી ગયો હતો અને તેણે સમયની રાહ જોયા વગર જ તે રૂમમાં તેની પ્રેમિકા સામે જ તેના પતિને તેની બેવફાઈ માટે ઝૂડી નાખ્યો.

પત્ની અને સાળા બંનેએ ભેગા મળીને સૈનિકને માર માર્યો હતો. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પહોંચેલી પોલીસે ગમે તેમ કરીને આ તણાવગ્રસ્ત પરિસ્થિતિને નિયંત્રણમાં લઇ લીધી હતી અને કોન્સ્ટેબલ તથા તેની પ્રેમિકાને કસ્ટડીમાં લઇ કોતવાલી લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાક્રમ સામે આવ્યા બાદ એસપીએ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાની સાથે ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ કોતવાલી પોલીસ બંને પક્ષના પરિવારજનોના આવવાની રાહ જોઈ રહી હતી.

એસપી અશોક કુમાર રાયે જણાવ્યું કે, કોન્સ્ટેબલ એક યુવતી સાથે રૂમમાં હાજર હતો. આ સમય દરમિયાન તેની પત્ની આ રૂમ પર આવી પહોંચી હતી. આ કેસની સાથે જ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને આ ઘટનાક્રમ અંગે ખાતાકીય તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.