સારા અલી ખાન વૃદ્ધ મહિલાની આ રીતે કરી મદદ, લોકો કરવા લાગ્યા વખાણ

મુંબઈઃ સારા અલી ખાને બોલિવૂડ ડેબ્યૂ બાદ ઘણા ઓછા સમયમાં સારી એવી નામના મેળવી લીધી છે. તે આજે ઘણી ટોચની એક્ટ્રેસિસની યાદીમાં સામેલ છે. હવે તેઓ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેના મુદ્દે સોશિયલ મીડિયા યુઝર્સ વિવિધ પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યાં છે.

સારા અલી ખાન ફેન્સ વચ્ચે સતત ચર્ચાનું કારણ રહે છે. તેનો જીમ લુક હોય કે એરપોર્ટ લુક. તમામ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થતી રહે છે. હાલમાં તેનો એક વીડિયો સામે આવ્યો જેમાં તે એક ગરીબ મહિલાને બિસ્કિટ આપતી જોવા મળી હતી. વીડિયોને જોયા બાદ ફેન્સ સારા અલી ખાનની પ્રશંસા કરી રહ્યાં છે. સારા પોતાની માતા અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે જોવા મળી હતી.

સારા પરિવાર સાથે બાંદ્રાની એક રેસ્ટોરાં પહોંચ્યા હતા. સારા અને ઈબ્રાહિમ રેસ્ટોરાંની બહાર નીકળે છે ત્યારે જ ફોટોગ્રાફર્સ તેમની તસવીરો ક્લિક કરવા લાગે છે. જે પછી સારા માતા અને ભાઈ સાથે કાર તરફ આગળ વધવા લાગે છે. આ સમયે એક મહિલા તેમની પાસે પૈસાની માગણી કરે છે. સારા કારમાં બેસે છે ત્યારે જ કારમાંથી બિસ્કિટ આપે છે, જ્યારે મહિલા 10 રૂપિયાની માગ કરે છે ત્યારે જ એક્ટ્રેસ તે મહિલાને અમુક પૈસા પણ આપે છે.

આ વીડિયો જોઈ લોકો સારાની પ્રશંસા કરી રહ્યાં છે. એક ફેને લખ્યું કે,‘કેટલી સારી વાત છે આ…’ જ્યારે અન્ય યૂઝરે લખ્યું કે,‘ગરીબોની મદદ કરવી સારી વાત છે. સારા દીદીનું ભગવાન ભલું કરે…’ જ્યારે એક યુઝરે એક્ટ્રેસને સલાહ આપતા લખ્યું કે,‘આ લોકોને પૈસા ના આપો. તેઓ કંઈ કામ કરીને કમાણી કરી શકે છે, તેઓ બાળકો દેખાડીને ભીખ માંગતા હોય છે….’

સારા કરિયરની વાત કરવામા આવે તો સારા છેલ્લે વરુણ ધવન સાથેની ‘કુલી નંબર-1’માં જોવા મળી હતી. તેઓ વહેલી તકે ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળશે. આ ફિલ્મમાં સારાની સાથે અક્ષય કુમાર અને ધનુષ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.