Breaking News: 19 દિવસ બાદ જેલમાં શાહરૂખ અને લાડલા પુત્રનુ થયું મિલન

બુધવાર, 20 ઓક્ટોબરના રોજ સેશન્સ કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી. જેલમાં બંધ દીકરા આર્યન ખાનને મળવા શાહરુખ ખાન મુંબઈની આર્થર રોડ જેલમાં આવ્યો હતો. પિતા તથા પુત્ર વચ્ચે અંદાજે 18 મિનિટ વાતચીત ચાલી હતી.

સ્ટાફ પણ સાથે હતો
શાહરુખની સાથે તેનો સ્ટાફ પણ જોવા મળ્યો હતો. જોકે આર્યનને માત્ર શાહરુખ જ મળ્યો હતો. જેલનાં સૂત્રોના મતે, પિતાને જોતાં જ આર્યન એકદમ ભાંગી પડ્યો હતો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. 2 ઓક્ટોબર બાદથી આ પહેલી વાર બન્યું હતું કે આર્યનને પરિવારનો કોઈ સભ્ય મળ્યો હોય.

શાહરુખના ચહેરા પર ઉદાસી હતી
શાહરુખ ખાન જ્યારે આર્થર રોડ જેલ આવ્યો ત્યારે તેના ચહેરા પર સ્પષ્ટ રીતે ઉદાસી જોઈ શકાતી હતી. તેની ચાલ પણ લથડાતી હતી.

જેલમાંથી બહાર આવ્યા બાદ હાથ જોડ્યા
શાહરુખ જ્યારે દીકરાને મળીને જેલમાંથી બહાર આવ્યો ત્યારે ત્યાં બેઠેલી મહિલા તથા અન્ય લોકોને હાથ જોડીને પ્રમાણ કર્યા હતા.

પહેલી જ વાર જોવા મળ્યો
2 ઓક્ટોબરના રોજ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ ક્રૂઝમાંથી આર્યન ખાનની ધરપકડ કરી હતી. ત્યાર બાદ 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. 8 ઓક્ટોબરે બપોરે આર્યન ખાન આર્થર રોડ જેલમાં આવ્યો હતો. અહીં તે કોઈની સાથે વાતચીત કરતો નથી અને સૂમસામ જ રહે છે.