રમવાની ઉંમરમાં જ આ છોકરીએ કર્યું એટલું મોટું કામ કે આજે થઈ રહી છે વાહ વાહી!

ઝારખંડનાં રાંચીનાં ડાલ્ટનગંજની 27 વર્ષની શિલ્પીની સિન્હા છે. આ છોકરીનાં મગજમાં 8-9 વર્ષ પહેલાં એક ગજબનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ તેણે પોતાની એક કંપની શરૂ કરી દીધી હતી. સામાન્ય રીતે 21 વર્ષની ઉંમર મોજ-મસ્તીવાળો સમય માનવામાં આવે છે. પરંતુ આ છોકરીએ જીંદગી એન્જોય કરતાં કરતાં પોતાનો બિઝનેસ પ્લાન કર્યો હતો. ત્યાર બાદ મહજ 25 વર્ષની ઉંમરમાં જ શિલ્પીએ ‘ધ મિલ્ક ઈન્ડિયા કંપની’ની સ્થાપના કરી હતી. બે વર્ષમાં જ શિલ્પીની કંપનીનું ટર્નઓવર લગભગ 2 કરોડ રૂપિયાએ પહોંચી ગયું છે.

આ કંપની ગાયનું શુદ્ધ દૂધ લોકો સુધી પહોંચાડે છે. હાલમાં તેનું સ્ટાર્ટપ બેંગ્લોર સ્થિત સરતાજપુરનાં 10 કિલોમીટરનાં એરિયામાં લીટરદીઠ 62 રૂપિયાનાં ભાવે વેચે શિલ્પી 2012માં હાયર એજ્યુકેશન માટે બેંગ્લોર ગઈ હતી. હવે તે ત્યાં જ રહે છે. તે જણાવે છે કે, ત્યાં ગાયનું શુદ્ધ દૂધ મળતું નથી. જેમ કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના સર્વેમાં વાત સામે આવી હતી, કે આપણા દેશમાં દર ત્રણમાંથી બે લોકો બનાવટી દૂધ પીવે છે. તેમને પણ આ સમસ્યાનો સામનો કરવો પડતો હતો. આ બધા બાદ તેણે લોકોને શુદ્ધ દૂધ પ્રોવાઈડ કરવાનું બીડું ઉપાડ્યું છે.

વિભિન્ન મીડિયાને આપેલાં પોતાના ઈન્ટરવ્યૂમાં શિલ્પી માનતી રહી છેકે, તે ઝારખંડનાં ડાલ્ટનગંજની રહેવાસી છે. આ શહેર બેંગ્લોરથી લગભગ 20 ગણું નાનું છે. શિલ્પી પોતાના ઘરમાં દિવસની શરૂઆત એક કપ દૂધથી કરે છે. પરંતુ બેંગ્લોરમાં તેણીને શુદ્ધ દુધ માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

શુદ્ધ દૂધની સમસ્યા સામે ઝઝૂમી રહેલી શિલ્પીએ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનું પ્લાનિંગ કર્યુ હતુ. આ રીતે 2018માં તેણે ‘ધ મિલ્ક ઈન્ડિયા કંપની’નો પાયો નાખ્યો હતો. આ કંપનીનો મુખ્ય હેતું 1-8 વર્ષ સુધીનાં બાળકોને ગાયનું દૂધ પ્રોવાઈડ કરાવવાનું છે. વાસ્તવમાં ગાયનાં દૂધને બાળકો માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે.

પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરતાં પહેલાં શિલ્પીએ કર્ણાટક અને તામિલનાડુનાં 21 ગામોમાં રિસર્ચ કર્યું છે. તેણે ત્યાંનાં ખેડૂતોને તેના સ્ટાર્ટઅપ વિશે વાત કરી હતી. અને તેમને પોતાની સાથે જોડ્યા હતા. જોકે, બધું એટલું સરળ ન હતું. શિલ્પીએ જણાવ્યુ હતું કે,તેમને સ્થાનિક ખેડૂતો સાથે વાત કરવામાં મુશ્કેલી આવી હતી. કારણકે તેને કન્નડ અને તામિલ આવડતું નથી. પરંતુ તે હિંમત હારી ન હતી. તે જ્યારે ગામમાં જતી, એકદમ ગામડાનો પહેરવેશ અપનાવતી હતી.

શિલ્પીએ જણાવ્યુ હતું કે, તેણે ગામમાં વિઝિટ દરમ્યાન જોયું કે, ગામડાના લોકોને ગાયોને ઘાસની જગ્યાએ રેસ્ટોરન્ટનો એંઠવાડ ખવડાવતા જોયા હતા. તેણે ખેડૂતોને ગાયોની સારસંભાળ રાખવાની રીતો શીખવાડી હતી.

શિલ્પીએ જણાવ્યુકે, શરૂઆતમાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તેને કામ કરવા માટે લોકો મળી રહ્યા ન હતા. માટે તે રાત્રે 3 વાગ્યે ડેરીમાં જતી હતી. પોતાની સુરક્ષા માટે ચાકુ અને સાથે મિર્ચી સ્પ્રે સાથે રાખતી હતી.

છેલ્લાં 3 વર્ષોથી પોતાના પરિવારથી દૂર રહેતી શિલ્પીનું કહેવું છેકે, પોતાનાથી દૂર રહેવું ભાવુક કરે છે. પરંતુ તેને ખુશી છેકે, તેનું સ્ટાર્ટઅપ સક્સેસ થઈ ગયુ છે. આજે શિલ્પી 50 ખેડૂતો અને 14 મજૂરોનાં નેટવર્કને સંભાળી રહી છે. પોતાના કર્મચારીઓને શિલ્પી મિની ફાઉન્ડર્સ કહીને બોલેવે છે.

શિલ્પી જણાવે છેકે, ફક્ત માઉથ પબ્લિસિટીનાં દમ પર તેના સ્ટાર્ટઅપ સાથે 500થી વધારે ગ્રાહકો જોડાઈ ગયા છે. શિલ્પી ખુશ છેકે, તે એવી માતાઓની દુઆ લઈ રહી છે, જેમના બાળકોને શુદ્ધ દૂધ મળી રહ્યુ ન હતું.