ભારતના આ નવ મંદિરોમાં આજે પણ થાય છે તાંત્રિક ક્રિયાઓ, વાંચીને લાગશે નવાઈ

અમદાવાદઃ તંત્ર ભારતીય પ્રાચીન વિદ્યાઓમાંથી એક છે. વેદોમાં પણ આ વિદ્યાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. ભારતમાં ઘણાં મંદિરો એવા છે, જ્યાં આજે પણ તંત્ર-મંત્ર થાય છે અને તેના માટે પ્રસિદ્ધ છે. મહાશિવરાત્રિએ આ સાધનાનું ખાસ મહત્વ હોય છે. આજે આપણે ભારતના નવ મંદિર અંગે વાત કરીશું, જ્યાં આ પ્રકારની તંત્ર ક્રિયાઓ થાય છે.

વેતાલ મંદિર, ઓરિસ્સાઃ 8મી સદીમાં ભુવનેશ્વરના આ મંદિરમાં ચામુંડા માતાની મૂર્તિ છે. ચામુંડા માતે કાલીનું જ એક સ્વરૂપ છે. આ મંદિરમાં હંમેશાં તાંત્રિક ક્રિયાઓ ચાલે છે.

બૈજનાથ મંદિર, હિમાચલ પ્રદેશઃ આ મંદિરમાં ભગવાન શિવનું પ્રસિદ્ધ વૈદ્યનાથ લિંગ છે. બૈજનાથા મંદિર પોતાની તાંત્રિક ક્રિયાઓ માટે જાણીતું છે અને અહીંયાનું પાણી પોતાની પાચનશક્તિઓ માટે પ્રસિદ્ધ છે.

એકલિંગજી મંદિર, રાજસ્થાનઃ ભગવાન શિવને સમર્પિત એકલિંગજી મંદિર ઉદેપુરની પાસે છે. અહીંયા શિવની અનોખી તથા સુંદર ચૌમુખી મૂર્તિ છે, જે કાળા આરસના પથ્થરથી બનાવવામાં આવી છે.

કાલીઘાટ, કોલકાતાઃ કોલકાતાનો કાલીઘાટ તાંત્રિકો માટે ઘણો જ મહત્વનો છે. અહીંયા આખું વર્ષ અહીંયા આવતા-જતા રહે છે. માન્યતા પ્રમાણે, આ જગ્યા પર દેવી સતીની આંગળી પડી હતી.

કામાખ્યા મંદિર, અસમઃ અસમના કામાખ્યા મંદિર તાંત્રિક સમુદાય તથા તાંત્રિક ગતિવિધિઓનો ગઢ માનવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે, આ જગ્યા પર દેવી સતીનો યોનીનો ભાગ પડ્યો હતો.

જ્વાલામુખી મંદિર, હિમાચલ પ્રદેશઃ હિમાચલ પ્રદેશના જ્વાલામુખી મંદિર પોતાના ચમત્કારની સાથે સાથે અહીંયા થનારી તાંત્રિક પ્રક્રિયાઓ માટે પ્રસિદ્ધ છે. અહીંયા એક કુંડ પણ છે, જે ઉકળતો હોય તેમ લાગે છે. જોકે, જ્યારે પાણીનો સ્પર્શ કરવામાં આવે ત્યારે પાણી એકદમ ઠંડું લાગે છે.

ખજુરાહો મંદિર, મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશના ખજુરાહો મંદિર પોતાની કલાત્મક રચના તથા કામુક મૂર્તિઓ માટે પ્રસિદ્ધ છે. જોકે, ઘણાં ઓછા લોકોને ખ્યાલ છે કે અહીંયા તાંત્રિક ગતિવિધિ થાય છે.

કાલ ભૈરવ મંદિર, મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કાલભૈરવ મંદિર છે. અહીંયા ભૈરવની શ્યામમુખી મૂર્તિ છે. તાંત્રિક ક્રિયાઓ માટે આ મંદિર લોકપ્રિય છે. દેશભરમાંથી તાંત્રિકો તથા અઘોરીઓ અહીંયા સિદ્ધિઓ માટે આવે છે.

બાલાજી મંદિર, રાજસ્થાનઃ મહેંદીપુર બાલાજીનું મંદિર રાજસ્થાનના દૌસા જિલ્લામાં છે. અહીંયા અનેક અઘોરીઓ તાંત્રિક વિધિ માટે આવે છે.