સિંગર નેહા કક્કરે ગરીબ બાળકો સાથે કર્યું એવું કે જાણીને દિલ થઈ જશે ખુશખુશાલ

મુંબઈઃ બોલિવૂડ સિંગર નેહા કક્કર હંમેશા ટ્રેન્ડ રહે છે. હાલમાં રક્ષાબંધન પર નેહા કક્કર અને ભાઈ ટોની કક્કરની તસવીરો વાઈરલ થઈ હતી. નેહા કક્કરે હાલમાં લોકડાઉનમાં વધી ગયેલું વેઈટ ઓછું કર્યું હતું. આ ઉપરાંત પણ નેહાની મુંબઈના રોડ પરની તસવીરો વાઈરલ થઈ છે.

આ બધાની વચ્ચે નેહા કક્કરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં નેહા મુંબઈની કોઈ રેસ્ટોરન્ટમાંથી ફ્રેન્ડ્સ સાથે બહાર આવતી જોવા મળે છે. તે જ્યારે બહાર આવે છે ત્યારે કેટલાંક ફૅન્સ તેની સાથે સેલ્ફી લેતા હોય છે અને નેહા પણ ચાહકો સાથે સેલ્ફી ક્લિક કરાવે છે. આ સમયે કેટલાંક જરૂરિયાતમંદ બાળકો આવે છે અને નેહા પાસે પૈસા તથા ભોજન માગે છે.

નેહા બાળકોને જોઈને પોતાની જાતને રોકી શકતી નથી અને પોતાના પર્સમાંથી પૈસા નીકળીને આપે છે. નેહા બાળકને 2 હજારની નોટ આપતી જોવા મળે છે. નેહા બે બાળકોને 2-2 હજારની નોટ આપે છે અને તેમને વહેંચી લેવાનું કહે છે. નેહાનો આ વીડિયો ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યો છે.

નેહાની આ દરિયાદિલીના ચાહકોએ ઘણાં જ વખાણ કર્યાં છે. યુઝર્સે કહ્યું હતું કે નેહા ઘણી જ વિનમ્ર સ્વભાવની છે. એકે લખ્યું હતુ કે તે કેટલી પ્રેમાળ લાગે છે. આ વીડિયોમાં જોવા મળ્યું કે પૈસા આપ્યા બાદ નેહા પોતાની કારમાં બેસી જાય છે અને આ સમયે એક મીડિયા પર્સન તેની પાછળ પાછળ જાય છે.


નોંધનીય છે કે નેહા ગીત ઉપરાંત એક્ટિંગ તથા ડાન્સિંગ પણ કરે છે. નેહાના ટિક ટોક વીડિયો વાયરલ થયા હોય છે. હાલમાં જ નેહા તથા આદિત્યનો એક મ્યૂઝિક વીડિયો આવ્યો હતો, જે ઘણો જ હિટ રહ્યો હતો.