કારમાંથી ઉતરતા જ જાણીતી એક્ટ્રેસનો iphone 13 પ્રો પડતાં જ ચીસ પાડી ઊઠી!

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા એક્ટિંગને બદલે પોતાની સુંદરતા તથા સ્ટાઇલને કારણે જાણીતી છે. ઉર્વશી પોતાની ફિટનેસને કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે. ગોર્જિયસ લુક તથા મોંઘા આઉટફિટ્સને કારણે ઉર્વશી સમાચારોની હેડલાઇન બનતી હોય છે. જોકે, હાલમાં જ એક્ટ્રેસના હાથમાંથી આઇફોન 13 નીચે પડી ગયો હતો અને તેની હાલત ઘણી જ ખરાબ થઈ ગઈ હતી.

ઉર્વશી સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે ચાહકોને પોતાની અપડેટ્સ આપતી રહેતી હોય છે. હાલમાં જ એક્ટ્રેસનો ફોન જમીન પર પડ્યો ત્યારે તેના ચહેરાના હાવભાવ ખરેખર જોવાલાયક હતા.

ફોન પડવાથી ઉર્વશી પાડી ઉઠી ચીસઃહાલમાં જ સો.મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. વાઇરલ વીડિયો પ્રમાણે, ઉર્વશી રાઉતેલા કારમાંથી નીચે ઉતરે છે. જોકે, કારમાંથી નીચે ઉતરતી વખતે તેના હાથમાંથી આઇફોન 13 પડી જાય છે. જ્યારે તેના હાથમાંથી ફોન નીચે પડી જાય છે તો તેના મોંમાંથી હળવી ચીસ નીકળી જાય છે અને તે ડરી જાય છે.

ઉર્વશી તરત જ નીચે પડેલો ફોન ઉઠાવી લે છે અને ચેક કરે છે કે તેનો ફોન તૂટી તો નથી ગયો ને. તેના ચહેરા પર ચિંતાના વાદળો છવાઈ જાય છે. ફોટોગ્રાફર્સે પણ કહ્યું હતું કે અરે મેડમ તમારો આઇફોન 13 પ્રો પડી ગયો. જોકે, ફોન પડ્યા બાદ ઉર્વશીએ કેમેરામાં પોઝ આપ્યા વગર જ નીકળી જાય છે.

ઋષભ પંતને બર્થડે વિશ કર્યું હતુંઃ હાલમાં જ ઉર્વશીએ ક્રિકટેર ઋષભ પંતને જન્મદિવસ પર બર્થડે વિશ કરી હતી. એક સમયે ઋષભ તથા ઉર્વશી વચ્ચે અફેર હતું.