સન્ની દેઓલ સહિત ચારેય ભાઈ-બહેનની આ તસવીરો આ પહેલી ક્યારે નહીં હોય

મુંબઈઃ હાલ બોલિવૂડ એક્ટર સની દેઓલ ફરી ચર્ચામાં છે. તેમણે હાલમાં જ પોતાની સુપર હિટ ફિલ્મ ‘ગદર’ની સિક્વલની જાહેરાત કરી છે. હાલમાં જ સની દેઓલે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેઓ 65 વર્ષના થઈ ગયા છે. આ સમયે સની દેઓલને નાના ભાઈ અને એક્ટર બોબી દેઓલે ઘણા સારા અંદાજમાં જન્મદિવસની ઉજવણી કરી હતી.

આ દરમિયાન એક્ટરની એક નવી તસવીર સામે આવી છે. પ્રથમવાર સની દેઓલ સહિત ચારેય ભાઈ બહેન એક તસવીરમાં જોવા મળ્યા હતા. આ તસવીર બોબી દેઓલે શેર કરી હતી. આ તસવીરમાં ભાઈ-બહેનો વચ્ચેનો પ્રેમ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આ તસવીર પર બોલિવૂડ સેલેબ્સ અને ફે્ન્સે પણ રિએક્શન આપતા સની દેઓલને જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

સની દેઓલનું વાસ્તવિક નામ અજયસિંહ દેઓલ છે. બોલિવૂડમાં વર્ષ 1984માં આવેલી ફિલ્મ ‘બેતાબ’થી તેમણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમની સાથે અમૃતા સિંહ જોવા મળ્યા હતા.

સની દેઓલ બોલિવૂડના એક્શન હીરો રહી ચૂક્યા છે. સની દેઓલે ‘ડકૈત’, ‘યતીમ’, ‘ચાલબાઝ’, ‘ઘાતક’ અને ‘ગદર’ જેવી સુપરહિટ ફિલ્મ્સમાં કામ કર્યું છે. તેઓ વહેલી તકે ‘ગદર-2’માં જોવા મળશે.