રાત-દિવસ કોરોનાના દર્દીઓની સેવા કરતાં ડોક્ટર્સ-નર્સ માટે રતન ટાટા આ રીતે આવ્યા આગળ!

મુંબઈઃ દેશમાં કોરોનાના સંક્રમણના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે લોકો પોતપોતાની રીતે શક્ય એટલી મદદ કરી રહ્યા છે. આ સેવાકાર્યમાં તાજ ગ્રૂપ હોટેલ પણ આગળ આવી છે. હોટેલ દ્વારા કોરોનાથી લોકોને બચાવવા દિવસ-રાત મથી રહેલ લોક નારાયણ જયપ્રકાશ હોસ્પિટલના ડોક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફ માટે મફતમાં ભોજન મોકલવામાં આવે છે. તાજ તરફથી આ લોકો માટે મફતમાં લંચ અને ડિનર મોકલવામાં આવે છે.

હોટેલ 100 લોકો માટે અત્યારે ભોજન મોકલી રહ્યું છેઃ લોક નારાયણ જયપ્રકાશ હોસ્પિટલના એમડી જેસી પાસીએ જણાવ્યું કે, તાજ ગ્રૂપે ડોક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફ માટે લંચ અને ડિનર મોકલી રહ્યું છે, જેઓ કોરોનાના કારણે દિવસ-રાત ડ્યૂટી કરી રહ્યા છે.

કહેવાય છે કે, તાજ ગ્રૂપના જાણીતા શેફ સંજીવ કપૂર તરફથી રોજ 100 લોકો માટે હોસ્પિટલમાં ભોજન મોકલવામાં આવે છે. સાથે-સાથે ફૂડ પેકેટ પર સંજીવ કપૂરની તસવીર સાથે એક સંદેશ પણ લખેલો છે. જેમાં લખ્યું છે, “A BIG THANK YOU FOR YOUR SERVICE”.

હોસ્પિટલે માન્યો તાજ ગ્રૂપનો આભારઃ હોસ્પિટલના એમડી જેસી પાસીએ આ સુવિધા માટે તાજ ગ્રૂપનો આભાર માન્યો છે અને કહ્યું, મુશ્કેલીના આ સમયમાં સૌથી આગળની હરોળમાં ઊભેલા લોકોની જરૂરિયાતોનું ધ્યાન રાખવું ખૂબજ જરૂરી છે. ત્યારે જ આપણે કોરોનાની લડાઇમાં જીતી શકશું. તેમણે કહ્યું કે, ગ્રૂપ તેમના સંપર્કમાં છે, જો વધારે ભોજનની જરૂર પડશે તો તેઓ વધારશે.