ખૂબ જ ખતરનાક છે ઘૂંઘટમાં દેખાતી આ દુલ્હન, એક-બે નહીં પણ પાંચવાર કર્યાં છે લગ્ન

ઘરના મોટા લોકો ઘણીવાર કહે છે કે, લગ્ન-વિવાહ જેવા મોટા નિર્ણય હંમેશા સમજી વિચારીને કરવા જોઈએ. નહીં તો પાછળથી પછતાવવાનો વારો આવે છે. કેમ કે, દેશમાં લગ્નના નામે લૂંટના ઘણાં મામલા સામે આવે છે. જેમાં રાજસ્થાન સૌથી પહેલાં નંબરે આવે એ.પી લોકો લૂંટેરી ગેંગના ચક્કરમાં ફસાઈ જાય છે. એક આવો જ મામલો ઉદયપુરથી સામે આવ્યો છે. જ્યાં એક મહિલા 5 લગ્ન કરી ચૂકી છે. પાંચમાં પતિને એટલો હેરાન કર્યો કે, તેને ઝેર ખાઈને સ્યૂસાઈડ કરી લીધું છે.

સોમવાર રાતે ઉદયપુરમાં રહેતાં સૈનિક સિંહ ઉર્ફે સુમિતે લૂંટેરી દુલ્હનની હકીકત જાણ્યા પછી સ્યૂસાઈડ કરી લીધું છે. એક વર્ષ પહેલાં ફેસબુક પર તેની મુલાકાત તનુષ્કા ઉર્ફે ભારતી સાથે થઈ હતી. સુમિત તેને પ્રેમ કરવા લાગ્યો અને તેની સાથે લગ્ન કરવા કહ્યું હતું. પણ યુવક મહિલાની હકિકતથી અજાણ હતો. પછી તે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો હતો. બે ત્રણ મહિના પહેલાં સુમિત અને તનુષ્કાના નવેમ્બરમાં લગ્ન થયા હતાં.

લગ્નના થોડાક દિવસ પછી જ સુમિત અને તનુષ્કામાં વિવાદ થવા લાગ્યા હતાં. તનુષ્કા ઘર છોડીને જતી રહી અને મહિલા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ દહેજ ઉત્પીડનની ફરિયાદ કરી દીધી હતી. જોકે, પછી બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. મહિલા 5 લાખ રૂપિયા માટે સુમિતને હેરાન કરી રહી હતી. યુવક જેને લીધે તણાવમાં રહેતો હતો. જેનું એવું પરિણામ થયું હતું કે, તેણે સોમવારે રાતે દુખી થઈને પોતાની જિંદગી સમાપ્ત કરી લીધી હતી.

મૃતક સુમિતના પરિજનોએ પોલીસ પાસે જઈને આરોપી મહિલા સામે ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે, તનુષ્કા એક લૂંટેરી દુલ્હન છે. અમને તે ગયા પછી ખબર પડી છે. તેને જેને પોતાના માતા-પિતા, ભાઈ-બહેન બતાવ્યા હતાં. તે દરેક ખોટા હતાં. તે એક લૂંટેરી ગેંગ સાથે જોડાયેલી છે. જેનું કામ આ રીતની ઘટનાને અંજામ આપવાનું છે.

પોલીસે જ્યારે મહિલા અંગે તપાસ કરી તો સામે આવ્યું કે, મહિલા સુમિત સાથે લગ્ન કર્યા પહેલાં 4 લગ્ન કરી ચૂકી છે. એટલું જ નહીં તેમનો એક 10 વર્ષનો દીકરો પણ છે. તનુષ્કાએ આ પહેલાં પોતાના ચાર પતિ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી રૂપિયા લૂંટી લીધા છે.

પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયા પછી આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી દીધી છે. પોલીસનું કહેવું છે કે, આ ગેંગ પહેલાં મોટી રકમ લઈને લગ્ન નક્કી કરે છે. પછી દુલ્હન પોતાના ખોટા સંબંધીઓ સાથે ફરાર થઈ જાય છે.