શાળામાં શાકભાજી અને ફૂલછોડનું જતન કરવાનું બાળકોને શિખવાડવામાં આવશે

દાહોદ: પંચમહાલ જિલ્લાની શળાઓમાં કોમ્પુટર લેબ, સ્ટેમ લેબ આવેલી છે તેમ હવે પર્યાવરણ લેબની શરુઆત કરી છે. મોટા ભાગની શાળાઓ કૃષિ તથા પશુપાલન સાથે સંકળાયેલા વિસ્તારોમાંથી આવે છે. તેઓને ભવિષ્યમાં આજ ક્ષેત્રમાં યોગદાન આપે તો તેઓને આજથી ખેતી અને પર્યાવરણ વિષે જાગૃતતા લાવવા માટે શાળાઓ માં પર્યાવરણ પ્રયોગશાળાઓની શરુઆત કરી છે.

પંચમહાલની 151 શાળાઓમાં આવી પ્રયોગશાળાઓ શરૂ કરીને બાળકોમાં જાગૃતતા લાવી રહ્યા છે. પંસદગી પામેલી શાળાઓને લેબ બનાવવા માટે સરકાર 15 હજારની સહાય આપી છે. જેથી શાળાના મેદાનમાં બીન રાસાયણથી બાગાયતી ખેતી, ધરગથ્થુ ઉપચાર માટે ઔષધીના છોડ,કિચન ગાર્ડન દ્વારા શાકભાજીનુ઼ વાવેતર, વરસાદી પાણીના સગ્રહ કરવો સહિતની કામગીરી બાળકો શીખવાડીને કરાવવામાં આવી રહી છે. શાળા માં ઔષધી વનસ્પતિનુ઼ વાવેતર

બાળકોને ખેતીના પાક અને બીજની જાણકારી અપાઇ:
વણાકપુર શાળામાં પર્યાવરણ પ્રયોગ શાળા નવેમ્બર માસથી શરૂ કરવામાં આવી છે. બાળકો પોતાની જાતે શાકભાજી, ફુલછોડ તેમજ ઔષધિનુ઼ વાવતેર કરીને જતન કરે છે. જળસંચય હેઠળ બાળકો પાણીનો વ્યય ન થાત તે માટે વ્યવસ્થાનુ઼ નિમાર્ણ કરીને ફુલછોડને પાણી પહોચાડે છે.વર્ગ શિક્ષક બાળકોને પર્યાવરણની જાણકારી આપીને બાળકોને ખેતીના પાક અને બીજની જાણકારી આપી રહ્યા છે.>રાજેશકુમાર નાયક,હેડ શિક્ષક ,વણાકપુર

શિક્ષકને પુરસ્કૃત કરાશે:
શાળાઓમાં પર્યાવરણ પ્રયોગશાળાઓને પોર્ટલ સાથે જોડીને પર્યાવરનનેલ લગતી પ્રવૃતિઓ અપલોડ કરવાની હોય છે. તાલુકાકક્ષાએ વર્ષના બંને શૌક્ષણિક સત્ર દરમીયાન શ્રેષ્ઠ પર્યાવરણ પ્રવૃતિ કરતી શાળાને પસંદ કરીને પુરસ્કૃત કરવામાં આવશે. તેમજ ઉત્તમ કામગીરી કરનાર શિક્ષકને પ્રોત્સાહિત કરીને પુરસ્કૃત કરવામાં આવશે.