સુરેન્દ્રનગર જિલ્લાના જવાનો માટે ‘અમર જવાન શહીદ’ સ્મારક બનશે

સુરેન્દ્રનગર : ઝાલાવાના 14 જવાનોએ દેશ માટે કુરબાની આપી છે. આ જવાનોની સ્મૃતિ કાયમ યાદ રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ તાલિમ ભવન ખાતે વિરાધીવીર જવાન શહીદ સ્મૃતિ સ્મારક અમર જવાન તૈયાર થઇ રહ્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લાના શહીદ થયેલ જવાનોના ઘર માટી કે અસ્થિ કુંભને લઇને તેની કળશ યાત્રા તા.21 ફેબ્રુઆરીના રોજ નિકળનાર છે.

સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય સી.ટી.ટુંડીયાએ શહીદોની સ્મૃતિ સચવાય તે માટે ભગીરથ પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં દેશ માટે શહીદી વહોરનાર જવાનોના ગામમાં તેમની અસ્થિ કે ફળીયાનો માટી ભરેલ કળશ યાત્રાની નીકળશે. આ યાત્રામાં એનસીસી કેડેટો, નિવૃત જવાનો, ઘોડેસવારો અને બુલેટો પણ જોડાશે. આ પ્રસંગે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

શહીદોના અસ્થિ કળશ અને નામો અંકિત થશે:
આ અંયે ડાયેટ પ્રાચાર્ફ સી.ટી.ટુંડીયાએ જણાવ્યુ કે મહાશિવરાત્રીના દિવસે તાલીમ ભવનમાં જ વિરાધીવીર જવાન શહીદ સ્મૃતિ સ્મારક અમર જવાન બનાવાશે જેમાં શહીદોના અસ્થિ કળશ અને નામો અંકિત થશે. જ્યારે શહીદોના પરીવારજનોનુ ખાસ સન્માન કરાશે. જ્યારે તાલીમ ભવનના વિવિધ વર્ગખંડોને ક્રાંતિકારી અને મહાનુભાવોના નામકરણ કરાશે. પુર્વ તાલીમ ભવનના ભુતપુર્વ વિદ્યાર્થીઓનુ સંમેલન અને શાહબુદ્દીનભાઇ રાઠોડ, જગદીશભાઇ ત્રિવેદી અને બિહારીદાન ગઢવી સાંભળવા મળશે.

પ્રાથમિક શાળાઓને શહીદોનાં નામ અપાશે:
સુરેન્દ્રનગર જિલ્લામાં 15 જેટલા શહીદો થયા છે. ત્યારે આ શહીદોના નામ જે તે ગામની પ્રાથમિક શાળાને અપાશે. જેમાં કારીયાણી, ટીકર વગેરે પ્રાથમિક શાળાને નામ આપી દેવાયા છે. જ્યારે અન્યશાળાઓને શહીદોના નામકરણ આપવામાં આવશે. આથી શહીદોની સ્મૃતિ કાયમી રહે તેવુ આયોજન સૌપ્રથમ વખત કરાયું છે.