વહુએ સસરાને પોતાનું લીવર ડોનેટ કરી આપ્યું અનોખું ઉદાહરણ

બેલરખા ગામ સ્થિત ધત્તરવાલ પટ્ટીમાં રહેતાં પ્રદીપની પત્ની મોનિકાએ પોતાના સસરાને લીવર ડૉનેટ કરી અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું છે. પ્રદીપના લગ્ન આઠ વર્ષ પહેલાં મોનિકા સાથે થયાં હતાં. મોનિકા જ્યારથી પરિવારનો ભાગ બની ત્યારથી તે સસરા અજમેરની દરિયાદિલી, આખા પરિવારને સંભાળવાની અને તેમના પરિવાર પ્રત્યે જવાબદારીને જોતી હતી. જ્યારે સસરાને લીવરનું કેન્સર થયું ત્યારે મોનિકા એક ક્ષણ ચૂક્યાં વગર 53 વર્ષીય સસારીનો જીવ બચાવ્યો. ઔપચારિક પ્રકિયા પુરી કરી મેદાંતા હોસ્પિટલમાં ડોક્ટર એ એસ સોએન દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યું. સસરાનો જીવ બચી ગયો. મોનિકા પણ ઘરે પાછી આવી ગઈ.

મેદાંતા હોસ્પિટલ સ્થિત લીવર ઇન્સ્ટીટ્યૂટના ચીફ સર્જન ડૉક્ટર એ એસ સોએને કહ્યું કે, કોરોના સંક્રમણને લીધે લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ મહત્ત્વની સર્જરી હતી. અજમેર પાસે દોઢથી બે મહિનાનો જ સમય બચ્યો હતો અને તેમની હાલત ગંભીર હતી. એવામાં તેમની વહુ મોનિકા આગળ આવી અને લીવર ટ્રાન્સપ્લાંટ માટે હા પાડી હતી. ઓપરેશન સફળ થયું અને બંને સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

મોનિકા દ્વારા હા પાડ્યાં પછી પણ લીવર સસરાને આપવું સરળ નહોતું. ડૉક્યુમેન્ટની કાર્યવાહી પુરી કર્યાં પહેલાં મોનિકાએ પિયર પક્ષ અને સાસરી પક્ષની મંજૂરી લીધી હતી. પીજીઆઈએઅએશ રોહતકમાં બોર્ડમાં પણ મંજૂરી લીધી હતી. આ મંજૂરી લઈ લીધા પછી મેદાંતા હોસ્પિટલમાં આ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં મોનિકાના લીવરનો કેટલોક ભાગ લઈ સસરા અજમેરના લીવરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો. મોનિકા અત્યારે ગામમાં પાછી આવી ગઈ છે અને સ્વાસ્થ્યનો લાભ લઈ રહી છે. તેમના સસરાની હજુ સારવાર ચાલી રહી છે.

આઠ વર્ષ પહેલાં બેલરખા સ્થિત ધત્તરવાલ પટ્ટીમાં પ્રદીપ સાથે લગ્ન કર્યાં પછી મોનિકાને બે બાળકો (એક છોકરો અને એક છોકરી) છે. સંયુક્ત પરિવાર હોવાને લીધે બધા એકસાથે રહે છે. સસરા અજમેર દરિયાદિલ વ્યક્તિ છે અને આખા પરિવારને સંભાળીને રાખે છે. એક દિવસ પરિજનોને ખબર પડી કે અજમેર લીવર કેન્સરથી પીડિત છે.

ડૉક્ટરો પાસે સારવાર કરાવવા લઈ ગયા ત્યારે ખબર પડી કે દોઢ મહિનામાં કોઈ ડોનર નહીં મળે તો કંઈ થઈ શકશે નહીં. એવામાં અજમેરનું બ્લડ ઓ પોઝિટિવ હોવાની જાણ થયાં પછી ડૉનરની શોધ શરૂ કરી પણ ડૉનર મળ્યાં નહીં. ત્યારે મોનિકા આગળ આવી અને તેને પોતાના લોહીની તપાસ કરાવી તો તેનું લોહી ઓ પોઝિટિવ હોવાની જાણ થઈ હતી. આ પછી મેદાંતા હોસ્પિટલના ડૉક્ટર એ એસ સોએન દ્વારા તપાસ કરવામનાં આવી તો મોનિકા યોગ્ય હતી.

સસરા અજમેરે કહ્યું કે, ગ્રામીણ વિસ્તાર હોવાને લીધે વહુ સાથે વાતચીત થઈ શકતી નહોતી. ત્યારે તેમની વહુએ પોતાના લીવરનો ભાગ આપવાની વાત કહ્યાં પછી સૌથી પહેલાં તેમણે તેમના પરિજનો સાથે વાતચીત કરી હતી. પિયર પક્ષના લોકોની મંજૂરી લીધી હતી. ત્યાર પછી તેમણે હા પાડી અને તે રાજી થઈ ગયાં હતાં. તેમની વહુ પોતાના લીવરના ટૂકડાને આપી પોતાના દેશ અને પ્રદેશમાં એક ઉદાહરણ પુરુ પાડ્યું છે.