લોકડાઉન દરમિયાન તમારી કારની કેવી રીતે રાખશો સંભાળ? વાંચો Useful Tips

મુંબઈ: લોકડાઉનમાં જીવન અટકી ગયા છે. જો કે, કોરોના વાયરસ જેવા ગંભીર રોગથી બચવા માટેનો આ એક શ્રેષ્ઠ માર્ગ છે. લોકડાઉનને કારણે મોટાભાગના લોકોનાં વાહનો પણ ઘેર ઉભાં છે. તે જ સમયે, ઘણા રાજ્યો પણ લોકડાઉન લંબાવવાની માંગ કરી રહ્યા છે, જો આવું થાય, તો વાહનો લાંબા સમય સુધી ઘરે કેદ થઈ શકે છે. આવી સ્થિતિમાં વાહનોની સંભાળ પણ ખૂબ જ જરૂરી છે. નહિંતર, લોકડાઉન ખુલતાંની સાથે જ તમારે પહેલા તમારી કારને સર્વિસ સેન્ટર પર લઈ જવી પડશે. તો સાથે જ, મારુતિ સુઝુકી ઇન્ડિયાએ તેના ગ્રાહકો માટે કારની જાળવણી માટે કેટલીક ટીપ્સ પણ આપી છે.

બ્રેક પેડ પર ચોંટે હેન્ડબ્રેક તો મામલો ગડબડ
સૌ પ્રથમ જેની ગાડીઓમાં હેન્ડબ્રેક લગાવી રાખી છે, તેને તરત જ દૂર કરો. ઓટોમોબાઈલ નિષ્ણાતો કહે છે કે જો કાર 10-15 દિવસથી વધુ સમય માટે ઉભી છે, તો તેના બ્રેક પેડ્સ જામ થવાની શક્યતા ખૂબ વધી જાય છે. કારણ કે જો હેન્ડબ્રેક પેડ સાથે ચોંટી જાય છે, તો તે બદલાવવી જ પડે છે. નિષ્ણાતો કહે છે કે આવી સ્થિતિમાં ગિયરમાં નાંખી દો અથવા તો પાર્કિંગ મોડમાં મુકી દો. અને સૌથી સારી વાત એ છેકે, કારનાં પૈડાને લોક કરી દો.

નિષ્ણાંત કહે છે કે જ્યારે વ્યક્તિ લાંબા સમય સુધી પોતાના વાહનની સંભાળ રાખતો નથી, તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેઓ કહે છે કે કારની અંદર કોઈ ખાદ્ય ચીજો હોવી જોઈએ નહીં. જો સામાન હોય, તો ત્યાં ફૂગ આવશે અને ઉંદર આવે તેવી પણ સંભાવના છે. જેથી ડેશબોર્ડને પણ નુકસાન પહોંચી શકે છે. કારને કવર ઢાંકીને રાખો. કારનાં તડકાની નીચે ઉભી રાખો નહી કારણકે તેની અસર તેનાં રંગ ઉપર થાય છે.

ફ્યુઅલ ટેન્ક ફુલ રાખો
વધુમાં, નિષ્ણાતો કહે છે કે કારને આગળ-પાછળ ખસેડતા રહો. કારણ કે ઘણીવાર જોવા મળે છે કે લોકો એક જગ્યાએ કાર પાર્ક કરીને ભૂલી જાય છે. જ્યારે આવી સ્થિતિમાં ટાયર ફ્લેટ થવાની સંભાવના રહે છે. તેમજ હવાનું દબાણ પણ તપાસવું જોઈએ. જો કાર લાંબા સમય સુધી ઉભી છે, તો ફ્યુઅલ ટેન્ક પણ ફુલ ભરીને રાખવી જોઈએ. ખાલી ટાંકીમાં હવા ભરવાની સાથે, કાડ લાગવાની પણ સંભાવના છે.

સ્ટાર્ટ જરૂર કરો બેટરીની લાઈફ બની રહેશે
હાલમાં લોકડાઉન દરમિયાન વાહનો રસ્તાઓ ઉપર ચાલી રહ્યા નથી કારો ઉભી રહી ગઈ છે. એટલા માટે વાહનનાં માલિકે દર ત્રીજા દિવસે પોતાની કારને ત્રણ મિનીટ માટે સ્ટાર્ટ કરવી જોઈએ. જેથી તેની બેટરી સુરક્ષિત રહે છે. જો એવું નહી કરો બેટરી ઉતરી જશે. ક્યારેકત બેટરીની પ્લેટ ખરાબ થવાની સંભાવને છે. સ્ટાર્ટ કરવાથી કારની સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે. એસી ચાલું કરવા પર બ્લોઅર જરૂર ચાલું કરવું જોઈએ. જેથી ધૂળ અને માટી બહાર નીકળી જાય.

બેટરીનાં તાર નીકાળી દો
ઘણા નિષ્ણાતો કહે છે કે તમે તમારી કારની બેટરી પણ ડિસ્કનેક્ટ કરી શકો છો. આ માટે, કારનું બોનેટ ખોલીને, તેનું ટર્મિનલ ઢીલું કરીને બેટરી કનેક્શનને દૂર કરી શકાય છે. આવી સ્થિતિમાં, જો તમારે કારનો ઉપયોગ કરવો હોય, તો આ વાયર ફરીથી કનેક્ટ કરવા પડશે. પરંતુ વારંવાર આમ કરવાથી બેટરી અને વાયર કનેક્શનો ઢીલા થઈ શકે છે.

વ્હીકલ મેઈનટેનન્સ ટીપ્સ
તમારી કારને લગભગ 15 મિનિટ સુધી ચાલુ રાખો. બેટરીને સાચવીને રાખવા માટે, મહિનામાં ઓછામાં ઓછી એક વાર કરો. કાર સ્ટાર્ટ કર્યા બાદ તેની હેડલાઈટ્સને લગભગ 30 મિનિટ માટે ચાલું રાખો. એવું પણ મહિનામાં એક વાર જરૂર કરો. તો કારની હેન્ડબ્રેકને હટાવીને તેની જગ્યાએ ટાયર સ્ટોપરને લગાવી શકો છો.