તમે આ ટ્રાય કરશો માત્ર 7 જ દિવસમાં ઉતરવા લાગશે તમારું વજન, મળશે મોટી સફળતા

અમદાવાદઃ શિયાળામાં કુદરતી રીતે જ વ્યક્તિનું પાચનતંત્ર બહુ સારી રીતે કામ કરતુ હોય છે. એટલે જ મેદસ્વિતા ઘટાડવા માટે શિયાળો સૌથી શ્રેષ્ઠ સમય ગણાય છે. આમ તો શિયાળામાં વ્યક્તિની શારિરીક એક્ટિવિટીઝ ઘટતાં જ વ્યક્તિને ચટપણું, તળેલું, ઘીવાળું, ગરમા-ગરમ સમોચા, કચોરી, ભજીયાં વગેરે ખાવાની ઈચ્છા બહુ થાય છે અને વારંવાર ગરમા-ગરમ ચાની પણ ઇચ્છા થાય છે. જેના કારણે વજન વધવા લાગે છે. પરંતુ આ સમયે જો ડાયટમાં થોડો બદલાવ કરવામાં આવે તો, મેદસ્વિતામાં સરળતાથી ઘટાડો કરી શકાય છે.

રોજ સવારે ઊઠીને બે ગ્લાસ નવશેકું પાણી પીવું. ત્યારબાદ નાસ્તામાં એક ગ્લાસ દૂધ અને ઓછા તેલમાં બનેલ પૌંઆ, ઈડલી, કાકડી, ટામેટું અને સાથે બે બ્રેડ લઈ શકાય છે. આની સાથે તમે ઓટ્સ, મૂસળી અને બાફેલું ઈંડુ પણ લઈ શકો છો.

ત્યાર બાદ ભૂખ લાગે ત્યારે તમે ઇચ્છો તો સૂકામેવાની સાથે એક કપ ગ્રીન ટી, ફળ કે એક ગ્લાસ તાજાં શાકભાજીનો જ્યૂસ પણ લઈ શકો છો. લંચમાં એક કે બે બાજરીના નાના રોટલા, બ્રાઉન રાઇસ અને ઓછા તેલમાં બનાવેલ પાલક કે મેથીની ભાજી, સરસોનું શાક, દાળ કે વેજિટેબલ રાયતું લઈ શકો છો.

ત્યારબાદ સાંજના નાસ્તામાં તમે ઓછી ખાંડવાળું દૂધ અથવા હર્બલ ચા અથવા આદુ-ફુદીનાવાળી ચા સાથે ચણા, મમરા કે ખાખરા ખાઈ શકો છો.

રાત્રે જમવામાં એટલે કે ડિનરમાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે. આ સમયે તમે સેલેડ સાથે એક વાટકી વેજિટેબલ સૂપ, બાફેલાં શાકભાજી, દાળ સાથે એક કે બે મિસ્સી કે મલ્ટીગ્રેન રોટલી, એક વાટકી મગની દાળ કે ભાતનો હળવો ખોરાક લઈ શકો છો.

જમવાની સાથે મધ કે ગોળને પ્રમાણ કરતાં વધારે ના લેવું. આખાં અનાજ કે ફોતરાંવાળી દાળનું સેવન વધારે કરવું. સાથે-સાથે પીવા માટે, ચા માટે તેમજ દહીં જમાવવા માટે મલાઇ વગરના દૂધનો જ ઉપયોગ કરવો. ઉપરાંત રસોઇ અને જમવામાં તેલ અને મીઠાનો ઉપયોગ શક્ય એટલો ઓછો જ કરવો. સૂપ તેમજ આદુવાળી ચાનું સેવન કરી શકાય છે, જે તમારી પાચનશક્તિમાં સુધારો કરે છે.

સાથે-સાથે શક્ય હોય તો રોજ હળવી કસરત કરવી. અને દિવસમાં 15-20 મિનિટ ચાલવું. જેનાથી ઝડપથી વજન ઉતારવામાં જલદી સફળતા મળશે.