ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા સાથે રેડ કાર્પેટ પર જોવા મળેલી આ ભારતીય લેડી કોણ છે? જાણો

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ડેલિગેશન અને તેમનો પરિવાર ભારત પ્રવાસ પર છે. તેમાં ટ્રમ્પે અમદાવાદની આ યાત્રાની શરૂઆત કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ટ્રમ્પની સાથે ફર્સ્ટ લેડી મેલાનિયા પણ જોવા મળ્યાં હતાં. જોકે મહત્વની વાત છે કે, ટ્રમ્પ, મેલાનિયા સાથે એક મહિલા જોવા મળી હતી તે મહિલા અંગે લોકોને જાણવાની બહુ જ ઉત્સુકતા હતાં. તો આવો આપણે જાણીએ કે આ મહિલા આખરે કોણ હતી….

અમદાવાદ એરપોર્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલાનિયા સાથે જે મહિલા જોવા મળી હતી તે મહિલાનું નામ ગુરદીપ કૌર ચાવલા છે. ગુરદીપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે અનુવાદનું કામ કરે છે. ગુરદીપ કૌર હાલ અમેરિકાના ટ્રાન્સલેટર એસોશિયેશનના સભ્ય છે.

વડાપ્રધાન નરેનદ્ર મોદી જ્યારે પણ કોઈ વિદેશ યાત્રા પર જાય છે ત્યારે ગુરદીપ કૌર ચાવલા એમની સાથે અનુવાદક બનીને સાથે જાય છે. ગુરદીપ કૌર ચાવલા નરેન્દ્ર મોદીની સાથે અનેક વખત જોવા મળી ચૂક્યાં છે. નરેન્દ્ર મોદીના હિન્દીમાં ભાષણ આપ્યા બાદ ગુરદીપ કૌર ચાવલા એનું અંગ્રેજીમાં અનુવાદ કરતાં જોવા મળે છે.

2014માં નરેન્દ્ર મોદીની અમેરિકાની યાત્રામાં દરમિયાન પણ ગુરદીપ કૌર ચાવલા એમની સાથે પીએમના પ્રાઈવેટ પ્લેનમાં વોશિંગ્ટન ગયઈ હતી. ત્યાં આશરે 18 હજાર ભારતીયોની આગળ ગુરદીપે નરેન્દ્ર મોદીના હિન્દી ભાષણનું અંગ્રેજીમાં અનુવાદ કર્યું હતું અને તે જ સમયે પીએમ અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની વચ્ચે વાતચીતનું ટ્રાન્સેલેશન પણ કર્યું હતું.

વર્ષ 1990માં ગુરદીપે ભારતીય સંસદથી પોતાના આ કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ 1996માં મેરેજના કારણે ગુરદીપે આ કામ છોડી દીધું હતું ત્યારબાદ તે પોતાના પતિ સાથે અમેરિકામાં શિફ્ટ થઈ ગઈ હતી અને 2010માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિની સાથે એમને અનુવાદક બનીને ભારતની મુલાકાતે એમની સાથે આવી હતી.

મહત્વની વાત એ છે કે, ગુરદીપ કૌર ચાવલા તમામ ભાષાનું જ્ઞાન ધરાવે છે અને આ કારણોસર તેમને જાણીતા ટ્રાન્સલેટર તરીકે ઓળખવામાં આવે છે.