રાની મુખર્જીથી શિલ્પા શેટ્ટી સુધીની એક્ટ્રેસિ પરિણીત પુરુષના પડી પ્રેમમાં, ભાંગ્યો બીજાનો સંસાર

મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં બોલિવૂડ અભિનેત્રીઓ ફિલ્મો સિવાય પોતાના લગ્નજીવનને લઇને પણ ચર્ચા રહેતી હોય છે. બોલિવૂડની કેટલીક એવી પણ અભિનેત્રીઓ છે, જેમણે ડિવોર્સ બાદ બીજા લગ્ન કર્યા છે. તો કેટલીક એવી પણ અભિનેત્રીઓ છે જેમણે પરિણીત અને ડિવોર્સી વ્યક્તિ સાથે લગ્ન કર્યા હોય. બોલિવૂડની સુંદર અભિનેત્રી શ્રીદેવીએ ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. શ્રીદેવીની પુણ્યતિથિ પર આવો કેટલીક આવી જ અભિનેત્રીઓ વિશે જાણીએ, જેમણે પરિણીત કે પછી ડિવોર્સી પુરુષ સાથે લગ્ન કર્યા છે.

બોલિવૂડની ‘ચાંદની’ શ્રીદેવીએ ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા, આ પહેલા બોની 1983માં લગ્ન કરી ચૂક્યા હતા. બોની કપૂરના બીજા લગ્ન હતા, પ્રથમ પત્નીથી બોની કપૂરને બે બાળકો છે, અર્જુન કપૂર અને અંશુલા, જ્યારે શ્રીદેવીથી બે પુત્રીઓ છે. બોનીએ પ્રથમ પત્નીને ડિવોર્સ આપ્યા નહોતાં.

બોલિવૂડની ડ્રિમ ગર્લ હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા, ધર્મેન્દ્ર પહેલાથી જ પરિણીત હતા, ધર્મેન્દ્રની પ્રથમ પત્નીનું નામ પ્રકાશ કૌર છે. હેમા અને ધર્મેન્દ્રએ લગ્ન માટે ધર્મ બદલ્યો હતો. બંનેએ ઇસ્લામ ધર્મ કબૂલ કરી ગુપચૂપ રીતે નિકાહ કરી લીધા હતાં અને ત્યારબાદ બંનેએ હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા, આમ હેમા-ધર્મેન્દ્રના બીજા લગ્ન શક્ય બન્યા હતા. લગ્ન બાદ 1981માં પ્રકાશ કૌરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હેમાએ જે કર્યું તે સારું નથી કર્યું. જો હેમાની જગ્યાએ એ હોત તો આવું ના કરત.

બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંથી એક કરિશ્મા કપૂરે 2003માં સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા, સંજયના પ્રથમ લગ્ન સફળ રહ્યાં નહોતાં અને તે ડિવોર્સી હતી. જોકે, કરિશ્મા અને સંજયના પણ ડિવોર્સ થઈ ગયા. કરિશ્મા પાસે બંને બાળકો (એક દીકરી, એક દીકરો)ની કસ્ટડી છે.

અભિનેત્રી રવીના ટંડન રિયાલિટી શો ‘નચ બલિયે 9’માં જજ હતી, રવીનાએ પણ એક ડિવોર્સી અનિલ થડાની સાથે લગ્ન કર્યા, અનિલ થડાનીની પ્રથમ પત્નીનું નામ નતાશા છે.

આ લિસ્ટમાં વિદ્યા બાલનનું નામ પણ સામેલ છે, વિદ્યાએ સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા છે, વિદ્યાએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા, સિદ્ધાર્થે વિદ્યા સાથે લગ્ન કર્યા તે પહેલાં તેના બે લગ્ન નિષ્ફળ રહી ચૂક્યાં હતાં.

આ લિસ્ટમાં વિદ્યા બાલનનું નામ પણ સામેલ છે, વિદ્યાએ સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા છે, વિદ્યાએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા, સિદ્ધાર્થે વિદ્યા સાથે લગ્ન કર્યા તે પહેલાં તેના બે લગ્ન નિષ્ફળ રહી ચૂક્યાં હતાં.

બોલિવૂડની સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ આ લિસ્ટમાં સામેલ છે, શિલ્પાએ રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા છે, રાજે શિલ્પા પહેલા પોતાની પ્રથમ પત્ની કવિતા કુંદ્રાને ડિવોર્સ આપ્યા હતા. રાજ અને શિલ્પાનો એક પુત્ર પણ છે, જેનું નામ વિવાન છે, અવાર-નવાર શિલ્પા વિવાનની સાથે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ શિલ્પા બીજીવાર માતા બની હતી. સરોગસીની મદદથી શિલ્પા દીકરી સમિષાની મમ્મી બની છે.

મિસ યુનિવર્સ રહી ચૂકેલી અભિનેત્રી લારા દત્તાએ ભારતીય ટેનિસ પ્લેયર મહેશ ભુપતિ સાથે લગ્ન કર્યા છે, મહેશના પ્રથમ લગ્ન શ્વેતા જયશંકર સાથે થયા હતા.

રાની મુખર્જીએ યશ ચોપડાના મોટા દિકરા આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા હતાં, જે અગાઉથી જ પરિણીત હતો પરંતુ આદિત્યે પ્રથમ પત્નીને ડિવોર્સ આપ્યા અને બીજીવાર રાની મુખર્જી સાથે લગ્ન કર્યાં હતાં. આદિત્ય અને રાનીને દીકરી આદિરા છે. આદિરનો જન્મ વર્ષ 2015માં થયો હતો.