ઉત્તાનાસનથી લઈને પવનમુક્તાસન, આ 11 આસાનથી તમારી જિંદગી બની જશે સ્વસ્થ

મોટા ભાગના લોકો એવું સમજે છે કે યોગાસન માત્ર માનસિક તણાવને જ દૂર કરી શકે છે, પરંતુ એવું નથી, યોગ કરવાથી તણાવ જ નહી પરંતુ આપણા શરીરની ઘણી બધી બિમારીઓ પણ દૂર કરે છે. આપણી મોટાભાગની બિમારીઓ પેટથી શરૂ થાય છે, અને જો તેને યોગ્ય સમયે ઠીક કરવામાં ના આવે તો તે ઘાતક બિમારીનું રૂપ ધારણ કરી શકે છે. યોગશાસ્ત્રમાં પણ લખાયું છે કે યોગ એ આપણા શરીરની તમામ બિમારીઓને દૂર કરવા અને તેની પર કાબૂ મેળવવા માટે સક્ષમ અને કારગર છે.

પેટમાં ગેસની સમસ્યા ઘણા લોકોને થાય છે. પરંતુ યોગ કરવાથી ઘણી મુશક્લીઓનું નિવારણ આવી જાય છે. અને શરીરની નાની-મોટી સમસ્યાઓ છૂમંતર થઇ જાય છે. આજે જે યોગઆસન અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ, તેનાથી તમને ગેસ તથા એસિડિટી બંન્નેમાં રાહત મળશે. પરંતુ એક વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડશે કે, જ્યારે તમે આ યોગ કરો તેના પહેલા પાણી બિલકુલ પીવું નહી. ચાલો જાણીએ કેટલાંક એવા યોગાસનો જે આપણી પાચનશક્તિને વધારે છે, તેને સુધારે છે અને સાથે સાથે વધારાની કેલેરીને પણ ઓછી કરે છે..

ઉત્તાનાસન:
આમ તો બધા જ આસન આપણા પાચનતંત્રને મજબૂત બનાવે છે, તેમાંનું ક છે ઉત્તાનાસન. ઉત્તાનાસનના નિયમિત અભ્યાસથી માત્ર પીઠ અને કમરનો દુ:ખાવામાં લાભ થાય છે એવું નથી પરંતુ માનસિક તણાવથી પણ રાહત મળે છે. આ આસનમાં હાથોને ઉપરની તરફ ઉઠાવીને કમરથી શરીરને વાળીને હાથને પગની પાછળ લઇ જવામાં આવે છે. આ પાચન શક્તિને સ્વસ્થ કરવા માટે અને બગલની ચરબીને પણ ઓછી કરવામાં મદદરૂપ બને છે.

હલાસન:
આ આસન નિયમિતપણે કરવાથી કરોડરજ્જુમાં લચિલાપણું આવે છે, જેનાથી શરીર સ્ફૂર્તિલુ અને જવાન બની રહે છે. પેટ બહાર નથી નિકળતું, અને શરીર સુડોલ દેખાય છે. ભાવનાત્મક સંતુલન અને તણાવ દૂર કરવા માટે આ આસન લાભદાયક છે. આ આસનથી પાચન તંત્ર અને માસપેશિયોને શક્તિ મળે છે. આના અભ્યાસથી પાચન તંત્ર બરાબર રહે છે.

સર્વાંગાસન:
સર્વાંગાસન, જોકે તેના નામથી જ માલૂમ પડે છે કે શરીરના સંપૂર્ણ અંગોને ઉપર તરફ રાખવાની સ્થિતિને સર્વાંગાસન કહે છે. આ આસન ગળાની ગ્રંથિઓને અસર પહોંચાડીને વજન ઓછો કરવામાં સહાયક બને છે તથા આંખો અને મસ્તિષ્કને શક્તિ પૂરી પાડે છે. આ આસન પાચન ક્રિયા શુદ્ધ કરે છે તથા શરીરમાં લોહીનો વધારો કરી લોહી બનાવવાનું કાર્ય પણ કરે છે.

સેતુબંધ આસન:
સેતુબંધ આસન રીઢની તમામ કોશિકાઓ પોતાના સ્થાન પર સ્થાપિત કરવામાં સહાયક છે. આ આસન કમરના દુ:ખાવાને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. પેટના તમામ અંગો જેમકે લીવર, પેનક્રિયાઝ અને આંતરડામાં ખેંચાવ આવે છે. કબજીયાતની સમસ્યા દૂર થાય છે.

ધનુરાસન:
આ આસનમાં શરીરનો દેખાવ ખેંચાયેલા ધનુસ જેવું દેખાય છે, માટે તેને ધનુરાસન કહેવામાં આવે છે. આના દ્વારા તમામ આંતરિક અંગો, માંસપેશિઓ અને ઘુંટણનું વ્યાયામ થઇ જાય છે. ગળાના રોગોને પણ દૂર કરી શકાય છે. પાચનશક્તિમાં વધારો થાય છે. સર્વાઇકલ સ્પાંડિલાઇટિસ, કમરનો દુ:ખાવો અને પેટ સંબંધીત સમસ્યાઓમાં પણ આ આસન લાભકારી છે.

નૌકાસન:
નોકાસન એટલે કે નાવડીના આકારનું આસન. પીઠ અને મેરુદંડને લચીલું અને મજબૂત બનાવવા માટે નૌકાસન લાભદાયક છે. આ આસન ધ્યાન અને આત્મબળને વધારવામાં મદદરૂપ થાય છે. ખભા અને કમરના દુખાવા માટે પણ આ આસન ફળદાયી છે. શરીરને સુડૌલ બનાવી રાખવા માટે આ આસન નિયમિત કરવું જોઇએ.

ઉત્કટાસન:
ઉત્કટાસનમાં શરીરનો સંપૂર્ણ ભાર પંજા પર હોય છે, અને શરીર કેટલેંક અંશે ઉપર ઉઠેલો રહે છે. તસવીરમાં જોઇ શકાય છે તેમ આખા ઊભેલા પણ નહીં, અને આખા બેઠેલા પણ નહીં. આ આસનના અભ્યાસથી કમર અને અન્ય જોઇન્ટના દુ:ખાવાઓ ઠીક હોય છે. આનાથી પગના પંજા અને આંગળીઓમાં મજબૂતી આપે છે.

હસ્તપદાસન:
આ આસનને કરવા માટે પહેલા સીધા ઉભા રહો, પછી પોતાના પગને હળવેથી ઉપર ઉઠાવીને નીચેની તરફ આવીને પોતાના હાથને પગ પર ટેકવવાં.

અનુલોમ વિલોમ:
જમણા હાથના અંગૂઠા વડે નાકના જમણા છિદ્રને બંધ કરી લેવું અને નાકના ડાબા છિદ્રથી 4ની ગણતરી સાથે શ્વાસને ભરવો અને પછી ડાબી નાસિકાને અંગૂઠાની બાજુની બે આંગળીઓ વડે બંધ કરી દેવું. તરત જ જમણી નાસિકા પરથી અંગૂઠાને હટાવી દેવો અને જમણી નાસિકા વડે શ્વાસને બહાર નિકાળવો. હવે જમણી નાસિકા દ્વારા 4ની ગણતરી સાથે શ્વાસ ભરવો અને જમણી નાસિકાને બંધ કરીને ડાબી નાસિકા ખોલી ત્યાથી શ્વાસને બહાર કાઢવો.

પવનમુક્તાસન:
જમીન પર ચટાઈ પાથરીને સૂઇ જવું. પૂરક કરીને ફેફસાઓમાં શ્વાસ ભરવો. હવે કોઇ પણ પગને ઘુટણથી વાળી દેવો. બંન્ને હાથની આંગળીઓને ભેગી કરીને તેના વડે વાળેલા ઘુંટણને પકડીને પેટની સાથે લગાવી દેવું. પછી માથાને ઉપરની બાજુ ઉઠાવીને વાળેલા ઘુટણ પર નાક લાવવું. બીજો પગ જમીન પર સીધો રાખવો. આ ક્રિયા દરમિયાન શ્વાસને રોકીને કુમ્ભક ચાલું રાખવું. માથું અને વાળેલો પગ જમીન પર ફરી રાખ્યા પછી રેચક કરવું. બંન્ને પગને વારા ફરતી વાળીને આ ક્રિયા કરવી.

પશ્ચિમોત્તાનાસન:
ચટાઈ પર પીઠના આધારે સુઈ જવું અને બંન્ને પગને ફેલાવીને રાખવા. પગને એકબીજા સાથે જોડીને રાખવા તથા આખા શરીરને સીધું રાખવું. બંન્ને હાથને માથા તરફ રાખી જમીન પર ટેકવવાં. ત્યાર પછી પોતાના બંન્ને હાથને ઉપર લાવીને એક જ ઝટકામાં કમરના ઉપરી ભાગને ઉપરની તરફ ખેચવું. ત્યાર પછી બંન્ને હાથ વડે ધીરે-ધીરે પગના અંગુઠા પકડવાની કોશિશ કરવી. આ રીતે આ ક્રિયા એક વાર કર્યા પછી પોતાના શરીરને 10 સેકેન્ડ સુધી આરામ આપવો.