શિવપુરાણ મુજબ કેમ ગણેશજીને પ્રાપ્ત થયું હાથીનું મસ્તક?

બ્રહ્મવૈવર્તપુરાણના આધારે શનિ દેવ શિવજી અને પાર્વતીજીને પુત્ર પ્રાપ્તિના સમાચાર સાંભળીને તેમના ઘરે આવ્યા. ત્યાં તેઓ પોતાનું મુખ નીચે નમાવીને ઉભા હતાં. આ જોઇ પાર્વતીજીએ તેમને પુછ્યું, તમે મારા કે મારા પૂત્ર સામે કેમ નથી જોઇ રહ્યાં? હું તેનું કારણ જાણવા માંગુ છું. આ સાંભળી શનિદેવે જણાવ્યું કે માતા હું તમારી સામે કંઇ જ કહેવા લાયક નથી, પરંતુ આ બધુ જ કર્મોને કારણે છે. હું બાળપણથી જ કૃષ્ણભક્ત હતો.

મારા પિતા ચિત્રરથે મારા વિવાહ કરાવી દીધા. તે સ્ત્રી સતી-સાધ્વી ખૂબ જ તેજસ્વી અને હમેશાં તપસ્યામાં લીન રહેનારી હતી. એક દિવસ તે ઋતુસ્નાન કરીને મારી પાસે આવી. તે સમયે હું ધ્યાન કરી રહ્યો હતો. મને બ્રહ્મજ્ઞાન ન હતું. તેણે પોતાનું ઋતુકાળ અસફળ જાણી મને શ્રાપ આપી દીધો કે, ‘જ્યારે તમે કોઇની તરફ દ્રષ્ટિ કરશો તો એ નષ્ટ થઇ જશે.’ આ માટે જ હું હિંસા કે અહિત ના ડરથી તમારી અને તમારા બાળકની તરફ જોઇ રહ્યો નથી.

માતા પાર્વતી વિલાપ કરવા લાગ્યા:
આ સાંભળીને માતા પાર્વતીના મનમાં આશ્ચર્ય થયું, તેમણે શનિદેવને કહ્યું કે તમે મારા બાળકની તરફ જુઓ. કર્મફળના ભોગને કોઇ બદલી શક્યું નથી. ત્યારે શનિદેવે બાળકનાં સુંદર મુખ તરફ દ્રષ્ટિ કરી અને બાળકનું માથું તેના શરીરથી અલગ થઇ ગયું. માતા પાર્વતી વિલાપ કરવા લાગ્યા. આ જોઇ ત્યાં ઉપસ્થિત બધા જ દેવતા, દેવિઓ, ગંધર્વ અને શિવ આશ્ચર્યચકિત થઇ ગયા. દેવતાઓની પ્રાથનાથી શ્રીહરિ ગરૂડ પર સવાર થઇને ઉત્તર દિશાની તરફ ગયા અને ત્યાથી એક હાથીનું માથુ લઇને આવ્યાં. હાથીનું માંથું બાળકનાં ધડ પર રાખીને તેને જોડી દેવામાં આવ્યું. ત્યારથી જ ભગવાન ગણેશનું મસ્તક હાથી જેવું થઇ ગયું.

બાળકની જીદ્દ જોઇને ભગવાન શંકર ગુસ્સે થઇ ગયા:
દેવી પાર્વતીએ એકવાર શિવજીનાં એક ગણ નંદી દ્વારા પાર્વતીજીની આજ્ઞાનું પાલન કરવામાં ખામી અનુભવતાં દેવી પાર્વતીએ પોતાનાં શરીરનાં ઉપટન વડે એક બાળકનું નિર્માણ કર્યું અને તેમા પ્રાણ નાખીને કહ્યું કે તું મારો પૂત્ર છે. તુ માત્ર આજ્ઞાનું પાલન કરજે. દેવી પાર્વતીએ એ પણ કહ્યું કે હું સ્નાન કરવા જઇ રહી છું, કોઇપણને અંદર આવવા દઇશ નહી. થોડીવાર પછી ત્યાં ભગવાન શંકર આવ્યા અને દેવી પાર્વતીના ભવન તરફ જવા લાગ્યા.

આ જોઇને તે બાળકે વિનય પૂર્વક તેમને રોકવાનો પ્રયાસ કર્યો. બાળકની જીદ્દ જોઇને ભગવાન શંકર ગુસ્સે થઇ ગયા અને તેમણે પોતાનું ત્રિશૂળ કાઢીને બાળકનું માથું ધડથી અલગ કરી નાખ્યું. દેવી પાર્વતીએ જ્યારે આ જોયું તો એ ખૂબ જ ગુસ્સે થયા. તેમના ગુસ્સાની આગથી આખા સંસારમાં હાહાકાર મચી ગયો. ત્યારે જ બધા દેવતાઓએ મળીને તેમની સ્તુતિ કરી અને બાળકને ફરી જીવિત કરવા માટે કહ્યું. ત્યારે ભગવાન શંકરનાં કહેવા પર વિષ્ણુજી એક હાથીનું માથું કાપીને લઇ આવ્યા અને તે માથું બાળકના ધડ પર લગાવીને તેને ફરી જીવિત કરવામાં આવ્યું. ત્યારે ભગવાન શંકર અને અન્ય દેવતાઓએ તે ગજમુખ બાળકને આશીર્વાદ આપ્યા. દેવતાઓએ ગણેશ, ગણપતિ, વિનાયક, વિઘ્નહર્તા, પ્રથમ પૂજ્ય વગેરે નામો દ્વારા બાળકની સ્તુતિ કરી. આ પ્રકારે ગણેશ પ્રગટ થયા.

ગણેશજીનું મસ્તક કપાઇ જવા પાછળનું સાચુ રહસ્ય:
બ્રહ્મવૈવર્તપુરાણના આધારે એકવાર નારદજીએ શ્રી નારાયણને પૂછ્યુ કે પ્રભુ તમે ખૂબ જ જ્ઞાની છો અને બધા જ વેદોના જાણકાર છો. હું તમારી પાસેથી એ જાણવા માંગુ છુ કે, કે જો ભગવાન શંકર પર બધી જ મુશ્કેલીઓ દૂર કરનારા માનવામાં આવે છે. તેમણે કેમ પોતાના પૂત્ર ગણેશનું મસ્તક કપાવા દીધું. પાર્વતીના અંશ દ્વારા ઉત્પન્ન થયેલ બાળક પર માત્ર એક ગ્રહની દ્રષ્ટિ પડવાથી તેનું મસ્તક અલગ થઇ જવું તે ખૂબ જ આશ્ચર્યની વાત છે.

આ સાંભળીને શ્રીનારાયણે જણાવ્યું કે, નારદ એક સમયની વાત છે. શંકરે માલી અને સુમાલીને મારી નાખનાર સૂર્ય પર ત્રિશૂળથી પ્રહાર કર્યો હતો. સૂર્ય પણ શિવની સામે તેજસ્વી અને શક્તિશાળી હતો. આ માટે ત્રિશૂળના વાગવાથી સૂર્યની ચેતના નષ્ટ થઇ ગઇ. તે તરત જ રથ પરથી નીચે પડી ગયા. જ્યારે કશ્યપજીએ જોયુ કે મારો પૂત્ર મરવાની અવસ્થામાં છે. ત્યારે તેમણે પોતાના દિકરાને પોતાની છાતીથી લગાવીને વિલાપ કરવા લાગ્યા. તે સમયે બધા જ દેવતાઓમાં હાહાકાર મચી ગયો. ત્યારે બ્રહ્માના પૌત્ર તપસ્વી કશ્યપજીએ શિવજીને શ્રાપ આવ્યો કે આજે તમારા પ્રહારથી જેમ મારા પૂત્રનો આ હાલ થયો છે તેમ તમારા પૂત્રનો પણ જ હાલ થશે. તમારા પૂત્રનું પણ મસ્તક કપાઇ જશે.

જાણો પૂરી કથા:
આ સાંભળીને ભોળેનાથનો ગુસ્સો શાંત થઇ ગયો. તેમણે સૂર્યને ફરી જીવિત કરી દીધા. સૂર્ય કશ્યપજીની સામે ઉભા થઇ ગયા. જ્યારે તેમને કશ્યપજીના શ્રાપ વિશે જાણ થઇ તો તેમણે બધાનો જ ત્યાગ કરવાનો નિર્ણય લીધો. આ સાંભળીને દેવતાઓની પ્રેરણાથી ભગવાન બ્રહ્મા સૂર્યની પાસે પહોચ્યા અને તેમને તેમના કામ પર ફરી નિયુક્ત કરવામાં આવ્યા.

બ્રહ્મા, શિવ અને કશ્યપ આનંદ સાથે સૂર્યને આશીર્વાદ આપીને પોતાના ભવનમાં પરત થયા. અહીં સૂર્ય પણ પોતાની રાશિ પર ફરી ઉપસ્થિત થઇ ગયા. ત્યાર પછી માલી અને સુમાલીને સફેદ કોઢ થઇ ગયો, જેનાથી તેમનો પ્રભાવ નષ્ટ થઇ ગયો. ત્યારે સ્વયં બ્રહ્માજીએ જણાવ્યુ કે સૂર્યના ગુસ્સાથી તમારા બંન્નેનું તેજ નષ્ટ થઇ ગયું છે. તમારું શરીર ખરાબ થઇ ગયું છે. તમે સૂર્યની આરાધના કરો. તેમણે સૂર્યની આરાધના કરી અને ફરી તેઓ સ્વસ્થ થઇ ગયા.