નાનકડી બહેને બેનપણીને કરી ભાઈના ગંદા કામની વાતો, એકલતાનો ઉઠાવતો ફાયદો

ચેન્નઈઃ આ માર્ચ મહિનો છે. 8 માર્ચને દેશ-દુનિયામાં મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મહિલા સશક્તિકરણની મોટી-મોટી વાતો થશે પરંતુ દેશમાં મહિલાઓ પર થતા અપરાધોમાં ક્યાંય ઘટાડો જોવા મળતો નથી. ચેન્નઈથી મહિલાઓ વિરૂદ્ધ થતા અપરાધનો એક એવો કેસ જોવા મળ્યો, જે તમારાં પણ રૂવાળાં ઊભાં કરી દેશે. અહીં એક ભાઇએ જ તેની બહેન પર સંખ્યાબંધ વાર બળાત્કાર કર્યો. પોલીસે પૉક્સો એક્ટ અંતર્ગત આરોપીની ધરપકડ કરી છે.

આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો, જ્યારે પીડિતાએ તેની સ્કૂલની એક બહેનપણી સાથે આ ઘટના શેર કરી. બહેનપણીએ આ ઘટના વિશે તેનાં પેરેન્ટ્સને કહ્યું. ફરિયાદના આધારે, વિલ્લિવક્કમ-ઑલ વિમેન પોલીસ સ્ટેશન પર એફઆઈઆર દાખલ કરવામાં આવી. ત્યારબાદ પોલીસે ભાઇ-બહેનને તપાસ માટે બોલાવ્યાં.

હાથ-પગ બાંધી દેતો હતો ભાઈઃ અહીં પોલીસને ખબર પડી કે, ભાઇ તેની બહેનના હાથ અને પગ બાંધીને ઘણી વાર તેની સાથે રેપ કરી ચૂક્યો હતો. ડિસેમ્બરથી લઈને અત્યાર સુધી જ્યારે પણ બંને ઘરમાં એકલાં હોય ત્યારે ભાઇ તેના પર રેપ કરતો.

બહેનને આપી ધમકીઓઃ ભાઇએ બહેનને આ વાત કોઇને પણ ના જણાવવાની ધમકી આપી હતી. આરોપીની પૉક્સો એક્ટ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે અને બાળસુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યો છે. આરોપી છોકરાની ઉંમર 15 વર્ષ છે જ્યારે તેની બહેન તેના કરતાં ચાર વર્ષ નાની છે એટલે કે 11 વર્ષની છે. આરોપી વિરૂદ્ધ ચેન્નઈ પોલીસે પૉક્સો અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

પોલીસ તપાસી રહી છે મોબાઇલ રેકોર્ડઃ પીડિતાને કાઉન્સેલિંગ માટે મોકલવામાં આવી છે. પોલીસ હવે એ તપાસી રહી છે કે, ક્યાંક છોકરાએ આ ઘટનાનો વિડીયો તો નથી બનાવ્યો ને, કારણકે તેની પાસે તેનો પોતાનો મોબાઇલ પણ હતો.

પિતા છોડીને જતા રહ્યા હતાઃ પોલીસે જણાવ્યું કે, ઘરેલું વિવાદના કારણે બાળકોના પિતા એક વર્ષ પહેલાં જ તેમને છોડીને જતા રહ્યા હતા. બંને બાળકો તેની માતા સાથે રહેતાં હતાં. માતાએ બીજી વ્યક્તિ સાથે લગ્ન કરી લીધાં છે અને બધાં એકસાથે એકજ ઘરમાં રહેતાં હતાં.

લખનૌથી પણ આવ્યો હતો આવો શરમજનક કેસઃ આ પહેલાં ઉત્તરપ્રદેશના લખનૌમાં એક કઝિન ભાઈએ દૂધપીતી બહેન સાથે બળાત્કાર કર્યો હતો. બાળકીની માતા તેને લઈને એક લગ્ન સમારંભમાં ગઈ હતી. ડૉક્ટરોએ પણ બાળકી સાથે શારીરિક શોષણની પુષ્ટિ કરી હતી અને તેને મૃત જાહેર કરી હતી.