યુવાનને નોકરીનું એક વર્ષ પૂરું થયું અને ભાઈ-ભાભી અને ભત્રીજીએ લીધી હતી અંતિમ વિદાઈ

કચ્છ: 26 જાન્યુઆરી દરેક ગુજરાતીને યાદ જ હશે કારણ કે 26 જાન્યુઆરી, 2001ના દિવસે ભૂંકપના આંચકાઓથી થરથર ધ્રુજી ઉઠ્યું હતું ગુજરાત. એમાં પણ ખાસ કરીને ભૂંકપના આંચકાઓથી કચ્છની ધરતી પર વિનાશ આવ્યો હતો બસ એ જ ભૂંકપને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. 26 જાન્યુઆરી 2001માં જે લોકો આ ભૂંકપના આંચકાઓનો અહેસાસ કર્યો હતો તે લોકો આજે પણ આ દિવસને યાદ કરીને થરથર ધ્રુજી જાય છે. તો આવા જ રાજકોટના એક પરિવારની વાત કરવામાં આવે તો, એક બે નહીં પણ ત્રણ-ત્રણ જિંદગીઓ ઘરના કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. મૃતકના ભાઈ દિનેશભાઈ ધંધૂકિયાએ એક ખાનગી ન્યુઝપેપર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મારા મોટા ભાઈ કિરીટને ભૂજ કોર્ટમાં નોકરી મળી ગઈ હતી જેને કારણે આખો પરિવાર કચ્છમાં શિફ્ટ થયો હતો. નોકરી મળ્યાંના બરોબર એક વર્ષ પૂર્ણ થયા ને 26 જાન્યુઆરી 2001ના દિવસે જ સવારે ધ્વજવંદન માટે જવા તૈયારી કરી રહ્યાં હતાં ત્યારે કુદરતે એવો કહેર વર્તાવ્યો કે, ભાઈ, ભાઈ અને ભત્રીજી કચ્છની ધરતીમાં સમાઈ ગયા. આ સમાચારા મળતાં જ અમે ગમે તેમ કરીને ભુજ પહોંચ્યા હતાં ત્યાં જઈને જોયું તો આખું કચ્છ વેર-વિખેર હતું. અમે રાત દિવસ અમારા ભાઈ-ભાઈ અને ભત્રીજીને શોધતા રહ્યાં પણ ક્યાંય મળ્યાં નહીં પરંતુ છેક 11માં દિવસે કાટમાળ ખસેડ્યો ત્યાર બાદ ત્રણેયના મૃતદેહ મળ્યાં હતાં.

દિનેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, મારા 27 વર્ષના ભાઈ, ભાભી અને ત્રણ વર્ષની નાની ભત્રીજીને કુદરતી વેરેલા કહેરે છીનવી લીધા હતાં. ભાઈએ ખૂબ જ મહેનત કર્યાં બાદ 25 જાન્યુઆરી 2000માં નોકરી મેળવી હતી જેના કારણે ભાભી અને ભત્રીજી પણ ત્યાં શિફ્ટ થયા હતાં. મૃતકના ભાઈ દિનેશભાઈ હાલ હીરા ઘસીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

વહેલી સવારે ભુજમાં આવેલા ભૂંકપની અમને જાણ થતાં જ પરિવારના અમુક સદસ્યો ભુજ દોડી ગયા હતાં. ત્યાં જઈને જોયું તો ચારે બાજુ કાટમાળનાં દ્રશ્યો અને મૃતદેહનો ઢગલે-ઢગલાં પડ્યાં જે જોઈને અમે પણ ભૂંકપની જેમ ધ્રુજી ઉઠ્યાં હતાં. દિનેશભાઈને તો આ દ્રશ્યો જોઈને ચક્કર આવવા લાગ્યા હતાં. જેમ તેમ કરીને ભાઈને આપેલા ક્વાર્ટ્સ સુધી પહોંચ્યાં જ્યાં જઈને જોયું તો બિલ્ડીંગની જગ્યાએ મેદાન થઈ ગયું હતું. ત્યાં જઈને અમે અમારા ભાઈ, ભાભી અને ભત્રીજીને શોધતાં હતાં પરંતુ ક્યાં પત્તો લાગ્યો નહીં પરંતુ છેક 11માં દિવસે મિલિટરીની મદદથી ભાભી, ભાભી અને ભત્રીજી મળ્યાં હતાં તે પણ મૃત હાલતમાં. આ દ્રશ્ય જોઈને અમે સ્તબ્ધ થઈ ગયા હતાં. જવાનો અને જેસીબીની મદદથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતાં. ત્રણેયના મૃતદેહો પણ ભેટેલી હાલતમાં મળ્યાં હતાં. આ દ્રશ્ય યાદ કરીને આજે પણ અમારા રૂંવાડા ઉભા થઈ જાય છે.

એ દિવસને યાદ કરીને પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે, અમારા ભાઈ, ભાભી અને ભત્રીજીને શોધવા અમે છેક ભુજ પહોંચ્યા હતાં. ત્યાં જઈને જોયું તો ભુજ જાણે સ્મશાનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળતાં હતાં. આ દ્રશ્યો જોઈને અમારી કંપારી છુટી ગઈ હતી. ચારે બાજુ કાટમાળના ઢગલે-ઢગલાં જોવા મળ્યા હતાં. ત્યારે કચ્છનું ભચાઉ તો સાવ ખંડેર બની ગયું હતું. કચ્છમાં યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું હતું. અમારા ભાઈ જ્યાં રહેતા હતા ત્યાં પહોંચી શકાય એમ નહોતું. રાત-દિવસના ઉજાગરા કરીને અમારા પરિવાજનોને શોધતા હતાં. જમીન પર પૂંઠા પાથરી એક ચાદર ઓઢી આઠ દિવસ છાવણીમાં પસાર કર્યાં હતાં. ઊંઘવા માટે પ્રયત્ન કરીએ તો પણ એ જ દ્રશ્યો યાદ આવતાં હતાં.

કિરીટભાઈના ઘર સુધીના રસ્તામાં કાટમાળ ઊપડી જતાં અમને ડ્રાઈવરની સાથે એક જીસીબી આપવામાં આવ્યું હતું. લશ્કરના સૈનિક સાથે અમે કિરીટભાઈના ઘરે સવારના આઠ વાગ્યાની આસપાસ પહોંચ્યા હતાં. ત્રણેયના મૃતદેહો ભેટેલી હાલતમાં મળ્યા હતાં ત્યાર બાદ એમ્બ્યુલન્સને બોલાવી સરોજનો મૃતદેહ મૂકી પાછા કિરીટભાઇ અને પુત્રી જિજ્ઞાશાનો મૃતદેહ લેવા આવ્યા હતા. એ અરસામાં એમ્બ્યુલન્સ સરોજનો મૃતદેહને લઈ ચાલી ગઈ હતી.

બીજી એમ્બ્યુલન્સ બોલાવી કિરીટભાઈ અને તેમની પુત્રીના મૃતદેહ સાથે અમે સ્મશાને પહોંચ્યા ત્યાં જઈને જોયું તો સરોજનો મૃતદેહ પહોંચ્યો ન હતો. એ સમયે ભુજમાં કેટલાં સ્મશાન છે એની માહિતી નહોતી એટલે અમે સ્મશાનની માહિતી મેળવી. છેલ્લે ખારીના નદીના કાંઠે ત્રિવેણી ઘાટ કહેવાય છે ત્યાં સરોજનો મૃતદેહ પડ્યો હતો ત્યાં જઈને સરોજના મૃતદેહને અગ્નિદાહ આપ્યો ત્યાર બાદ કિરીટભાઇ અને તેમની પુત્રીના મૃતદેહને મુખ્ય સ્મશાને અગ્નિદાહ આપી છાવણી પહોંચી ત્યાં સરકારી કચેરી ખાતે ત્રણેયની નોંધણી કરાવી હતી.

બસ આ જ અમારા શબ્દો છે જે તે દિવસને યાદ કરીને અમે આજે પણ રડીએ છીએ.