કેટલું ભણ્યા છે તમારા આ ફેવરિટ સ્ટાર્સ, કોઈએ કર્યું MBA તો કોઈએ કર્યો હોટલ મેનેજમેન્ટનો કોર્સ

મુંબઈઃ સ્મોલ સ્ક્રીન પરના સ્ટાર્સ રોજ દર્શકોનું મનોરંજન કરે છે. ટીવી સ્ટાર્સ માત્ર એક્ટિંગ જ નહીં, પરંતુ ડાન્સ પણ કરતા હોય છે. આ સાથે જ ટીવી સ્ટાર્સ સારું એવું ભણ્યા પણ હોય છે. આજે આપણે ટીવીના સૌથી એજ્યુકેટેડ સ્ટાર્સ અંગે વાત કરીશું.

દિવ્યાંકા ત્રિપાઠીઃ ટીવી સ્ક્રીનની સૌથી જાણીતી વહુ દિવ્યાંકા ત્રિપાઠીએ નેહરુ ઈન્સ્ટીટ્યૂટમાંથી અભ્યાસ કર્યો છે. તેણે માઉન્ટેનિયરિંગનો કોર્સ કર્યો છે. આટલું જ નહીં તે રાઈફલ શૂટિંગ પણ કરે છે. દિવ્યાંકાને ‘બનૂ મેં તેરી દુલ્હન’થી લોકપ્રિયતા મળી હતી. ત્યારબાદ તે ‘યે હૈ મહોબ્બતે’માં ઈશિતા ભલ્લાનો રોલ પ્લે કર્યો હતો.

કરણ સિંહ ગ્રોવરઃ ટીવી તથા બોલિવૂડમાં કામ કરનાર કરણ સિંહ ગ્રોવરે હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તેણે ‘કસૌટી જિંદગી કી’માં વિલનની ભૂમિકા ભજવી હતી. તે ટીવી શો ‘દિલ મિલ ગયે’માં જોવા મળ્યો હતો. કરણે બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બસુ સાથે લગ્ન કર્યાં છે.

રામ કપૂરઃ રામ કપૂર માત્ર ટીવી જ નહીં, બોલિવૂડમાં પણ એટલો જ જાણીતો છે. રામ કપૂરે લોસ એન્જલસમાંથી એક્ટિંગમાં માસ્ટર્સની ડિગ્રી લીધી છે. તેણે ‘કસમ સે’, ‘બડે અચ્છે લગતે હૈ’ જેવા શોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેણે ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’, ‘મેરે ડેડ કી મારુતિ’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

રૂપાલી ગાંગુલીઃ ‘અનુપમા’ શોથી લોકપ્રિય થનાર રૂપાલી ગાંગુલીએ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે. તે ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’, ‘પરવરિશ’ જેવા શોમાં જોવા મળી હતી.

મોહસિન ખાનઃ ટીવીના હેન્ડસમ હંક મોહસિન ખાને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આટલું જ નહીં તેણે મેનેજમેન્ટનો પણ અભ્યાસ કર્યો છે. મોહસીને અનેક ટીવી શોમાં કામ કર્યું છે. જોકે, તેને ખરી લોકપ્રિયતા ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી મળી છે. આ સિરિયલમાં તે કાર્તિકનો રોલ પ્લે કર્યો છે.

દીપિકા સિંહઃ ‘દીયા ઔર બાતી હમ’થી ઘેરઘેર લોકપ્રિય થનાર દીપિકા સિંહે પંજાબમાંથી અભ્યાસ કર્યો છે. તેણે પંજાબની ટેક્નિકલ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે.