કરીના કપૂરનું બેડરૂમ સિક્રેટ્સ, રાત્રે આ ખાસ કામ કર્યા નથી આવતી ઊંઘ

મુંબઈ: કરીના કપૂર ખાન બોલિવૂડ જગતની એક જાણીતી અને ખૂબસુરત અભિનેત્રી છે. કરીનાની ખુબસુરતી જોઈને તો ચાહકો પણ પાગલ થાય છે. પોતાના 20 વર્ષના કરિયરમાં કરીનાએ બહુ જ શાનદાર કામ કર્યું છે. તેણે અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે અને આ સિલસિલો હાલ પણ ચાલુ જ છે.

કરીના કપૂર પોતાની ફિલ્મોની સાથે પોતાની ખાનગી જિંદગીને લઈને પણ ચર્ચામાં રહે છે. પહેલા કરીના કપૂરનું અભિનેતા શાહિદ કપૂર સાથે અફેરને કારણે ચર્ચામાં રહી હતી. બન્નેના ઘણાં વર્ષો સુધી સંબંધ રહ્યાં હતાં અને ચાહકોને આ જોડી પણ બહુ જ પસંદ આવી હતી પરંતુ અચાનક તે બન્ને વચ્ચે સંબંધમાં તિરાડ પડી ગઈ હતી જેને લઈને ચાહકોએ આશા છોડી દીધી હતી.

બ્રેકઅપ બાદ કરીના અને શાહીદ બન્ને જ પોત પોતાની જિંદગી જીવવા લાગ્યા હતાં. વર્ષ 2015માં જ્યારે શાહિદ કપૂરે મીરા રાજપુત સાથે લગ્ન કરી લીધા તો કરીનાએ પણ પોતાના હમસફર તરીકે સૈફ અલી ખાનને પસંદ કર્યો હતો. બન્નેએ નવેમ્બરમાં 2012માં લગ્ન કર્યાં હતાં. આ પહેલા સૈફ અને કરીનાનું પણ વર્ષો સુધી અફેર ચાલ્યું હતું.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘ટશન’ બાદ કરીના અને સૈફ બહુ જ નજીક આવ્યા હતાં. વર્ષ 2009માં બન્નેએ એકબીજાની બહુ જ નજીક આવી ગયા હતાં અને બન્ને લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. એવામાં 2012માં બન્નેના લગ્ન થઈ ગયા. ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાનની બીજી પત્ની હતી. આ પહેલા તે અભિનેત્રી અમૃતા સિંહ સાથે વર્ષ 1991માં લગ્ન કર્યા હતાં પરંતુ વર્ષ
2003માં બન્નેના તલાક લઈ લીધા હતાં.

સૈફ અલી ખાન અને કરીનાની જોડી બોલિવૂડ જગતની ચર્ચિત અને લોકપ્રિય જોડીમાંથી એક છે. બન્નેની જોડી ચાહકોને બહુ જ પસંદ આવી હતી. વર્ષ 2012માં લગ્ન બાદ બન્નેએ 2016માં પુત્રનો જન્મ થયો જેનું નામ તૈમુર અલી ખાન છે જે ચર્ચિત સ્ટાર કિડ્સ છે.

આ વર્ષની શરૂઆતમાં જ કરીનાએ બીજા પુત્રને જન્મ આપ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, તેનું નામ જહાંગીર છે. ફેબ્રુઆરીમાં કરીના બીજીવાર માતા બની હતી. હવે જ્યારે કરીનાની પર્સનલ જિંદગીને લઈને વાતો થઈ રહી છે તો તમને અભિનેત્રીના બેડરૂમ સિક્રેટ અંગે જણાવી દઈએ. આ અંગે ખુદ અભિનેત્રીએ પોતે જ ખુલાસો કર્યો હતો.

કરીનાએ પોતાના એક સાક્ષાત્કારમાં પોતાના બેડરૂમ સિક્રેટ્સ પરથી પડદો ઉઠાવીને બધાંને ચોંકાવી દીધા હતાં. તેણે જણાવ્યું હતું કે, હું આરામ કરવા માટે બેડમાં જઉં ત્યારે ત્રણ વસ્તુઓ લઈને જવું છું. મને બેડ પર ત્રણ વસ્તુઓ જોઈએ જેમાં વાઈનની બોટલ, પાયજામો અને પતિ સૈફ અલી ખાન. મને લાગે છે કે, આનાથી સારો જવાબ બીજો કોઈ હોઈ શકે જ નહીં. આના માટે મને પ્રાઈઝ મળવી જોઈએ.

કરીનાની સૈફ સાથે મુલાકાત થઈ એ અંગે કહ્યું હતું કે, જ્યારે હું સૈફને મળી તો મનમાં ફિલ્મી ફીલ થઈ રહ્યું હતું. બિલકુલ મેં હું નાની સુષ્મિતા સેનની જેમ. જેવી રીતે તે બેકગ્રાઉન્ડમાં આવે છે અને રોમેન્ટિક સોંગ પ્લે થાય છે અને તેની સાડીનો પાલવ ઉડે છે બિલકુલ તેવી જ રીતે થયું હતું.