ધર્મેન્દ્રને સતાવી રહી છે આ વાત, દુ:ખી થઈને કોરોનાને અંગે શું કહી મોટી વાત?

કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં ભારત સાથે ભયનો માહોલ છે. આ રોગચાળાથી સંક્રમિત લોકોની સંખ્યા રોજિંદા વધી રહી છે. ભારતમાં આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 239 લોકોનાં મોત નીપજ્યાં છે અને વિશ્વમાં દરરોજ હજારો લોકો મરી રહ્યા છે. 84 વર્ષીય ધર્મેન્દ્ર પણ આનાથી ખૂબ જ દુખી છે. ધર્મેન્દ્ર હાલમાં પોતાનો મોટાભાગનો સમય લોનાવલાના ફાર્મહાઉસમાં વિતાવે છે.

ધર્મેન્દ્રએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે નાખુશ દેખાઈ રહ્યો છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ધર્મેન્દ્ર કોરોના વાયરસના વધતા જતાં કેસોથી ઘણા દુ:ખી છે અને વીડિયોમાં તેનો ઉલ્લેખ કર્યો છે.

ધર્મેન્દ્રએ કહ્યું – આજે માણસને તેના ગુનાઓની સજા કરવામાં આવી રહી છે. આ કોરોના એ આપણા ખરાબ કાર્યોનું ફળ છે. જો તમે માણસાઈને પ્રેમ કર્યો હોત તો આ પળ ક્યારેય આવતા નહી.

તેણે કહ્યું હતું કે, આજે હું મારા માટે, બાળકો માટે, તમારા માટે અને દુનિયા માટે ખૂબ જ દુખી છું. હજી પણ તેમાંથી પાઠ લો અને માનવતા માટે એક થઈ જાવ.

ધર્મેન્દ્રએ કોરોનાવાયરસને માનવીના દુષ્ટ કાર્યોનું પરિણામ ગણાવ્યું હતું. વીડિયો શેર કર્યાં બાદ તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, એક સારા વ્યક્તિ તરીકે જીવન જીવો, માલિક તમારી દરેક ઈચ્છાઓ પુરી કરશે.

ઉલ્લેખનીય છેકે, આ ઉંમરે પણ ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેઓ ઘણીવાર તેમના ઇન્સ્ટાગ્રામ પર કંઈક પોસ્ટ કરે છે. ધર્મેન્દ્ર પોતાનો મોટાભાગનો સમય લોનાવલાના ફાર્મહાઉસ ખાતે ફિલ્મોથી દૂર વિતાવે છે. તેઓ અહીં ઓર્ગેનિક ખેતી કરે છે. તેમનું ફાર્મહાઉસ 100
એકરમાં પથરાયેલું છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન ધર્મેન્દ્રએ કહ્યું હતું કે, હું જાટ છું અને જાટ તેમની જમીન અને પોતના ખેતરોને પ્રેમ કરે છે. મારો મોટાભાગનો સમય લોનાવાલાના અમારા ફાર્મ હાઉસમાં વિતે છે. અમારું ધ્યાન ઓર્ગેનિક ખેતી પર છે, અમે ચોખા ઉગાડીએ છીએ. ફાર્મ હાઉસ પર મારી કેટલીક ભેંસો પણ છે.