એક જ વર્ષમાં બે-બે ભાઈઓના મોત, દુઃખી મોટી બહેન રીમાની આંખના આંસુ સુકાતા નથી

બોલિવૂડના સૌથી જાણીતા ખાનદાન કપૂર ખાનદાનમાં એક જ વર્ષમાં ત્રણના મોત થતાં પરિવારમાં સન્નાટો છવાઈ ગયો હતો. જાન્યુઆરી 2020માં રાજ કપૂરની પુત્રી રિતુ નંદા (Ritu Nanda)નું કેન્સરને કારણે નિધન થયું હતું. જ્યારે એપ્રિલમાં ઋષિ કપૂર(Rishi Kapoor) પણ કેન્સરના કારણે દુનિયાને છોડીને જતાં રહ્યાં હતાં. ત્યારે હવે રાજીવ કપૂર (Rajiv Kapoor)ને આજે હાર્ટ અટેક આવતાં નિધન થયું હતું. રાજ કપૂરના 5 સંતાનોમાંથી 3 દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે. નાના ભાઈ રાજીવ કપૂરના મોતના સમાચાર સાંભળતાં જ તેમની મોટી પુત્રી રીમા જૈન (Reema Jain) રડતી હોય તેવી તસવીરો સામે આવી હતી. નાના ભાઈનું નિધન થતાં જ દુખી રીમા જૈન ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. તેમની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે, બન્ને પુત્રો અને વહુએ તેમને સંભાળ્યા હતાં.

રાજીવ પાંચેય ભાઈ-બહેનમાં સૌથી નાના અને બધાંના લાડકવાયા હતાં. રાજીવ દરેક ફેમિલી ફંક્શનમાં કપૂર ખાનદાનના મેમ્બર્સની સાથે જોવા મળતાં હતાં. થોડા દિવસ પહેલાં જ બધાંએ સાથે મળીને પાર્ટી કરી હતી.

નાના ભાઈ રાજીવ કપૂરના મોતનો ગમ બહેન રીમા જૈન હજુ પણ સહન કરી શકતી નથી. તેઓ ભાઈને યાદ કરી-કરીને રડી રહ્યાં છે.

રાજીવ કપૂરની અંતિમ યાત્રામાં શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન પણ પહોંચ્યા હતાં.

અનિલ અંબાણી પણ રાજીવ કપૂરને શ્રદ્ધાંજલિ પાઠવવા પહોંચ્યા હતાં. તે સમયે સેફ્ટી માટે ચહેરા પર માસ્ક પહેર્યું હતું.

માલદિવમાં વેકેશન મનાવી રહેલી આલિયા ભટ્ટને સમાચાર મળતાં જ તે તાત્કાલિક મુંબઈ પહોંચી ગઈ હતી. મુંબઈ આવીને તાત્કાલિક રાજીવ કપૂરના ઘરે પહોંચી હતી.

ડાયરેક્ટર આશુતોષ ગોવારિકર અને મનોજ કુમારના પુત્ર રાજીવ ગોસ્વામી પણ અંતિમ યાત્રામાં સામેલ થયા હતાં.

લેખક અને ડાયરેક્ટર રૂમા જાફરી સાથે રણબીર કપૂર વાત કરતો નજરે પડ્યો હતો. કરિશ્મા કપૂર પણ સાથે જોવા મળી હતી.

રણબીર કપૂરના કાકા રાજીવ કપૂરની અંતિમ યાત્રામાં સામેલ થયો હતો. આ દરમિયાન તે રૂમી જાફરી સાથે વાત કરતો જોવા મળ્યો હતો.