બેસ્ટ ફ્રેન્ડની બર્થે પાર્ટીમાં પ્રેગ્નન્ટ કરીના કપૂરનો હતો ખાસ અંદાજ

બોલિવૂડ અભિનેત્રી અમૃતા અરોરાએ પોતાનો 34મો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. આ બર્થ-ડે સેલિબ્રેશનમાં તેણે તેના ઘરે જ એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં નજીકના જ લોકોને આમંત્રણ આપ્યું હતું. અમૃતા અરોરાની બર્થ-ડે પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

આ પાર્ટીને પ્રેગ્નેન્ટ કરીના કપૂર કેવી રીતે મિસ કરી શકે. અમૃતા તેની બહુ જ સારી મિત્ર છે તો ખાસ અંદાજમાં કરીના કપૂર અમૃતાના ઘરે પહોંચી હતી.

કાફ્તાનમાં કરીના ખૂબસુરત લાગતી હતી. ફેબ્રુઆરીમાં કરીના પોતાના બીજા બાળકને જન્મ આપવાની છે. આ તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

કરીનાની કપૂરની સાથે આ પાર્ટીમાં તેનો પુત્ર તૈમુર અલી ખાન પણ પહોંચ્યો હતો જેની તસવીર સામે આવી હતી.

આ પાર્ટીમાં અમૃતાએ ખાસ મિત્ર અને બોલિવૂડ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ જોવા મળ્યો હતો. મનીષે આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.

આ તસવીરમાં તમે અમૃતાની સાથે કરીના, મલાઈકા, અને કરિશ્મા કપૂરને જોઈ શકો છો. બધાંએ સાથે મળીને પાર્ટીમાં ખૂબ જ એન્જોય કર્યું હતું.

પાર્ટીની આ તસવીરો મનીષ મલ્હોત્રાએ શેર કરી હતી જેમાં બધાં મિત્રો મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યાં હતાં.

મનીષ અને અમૃતા બહુ જ વર્ષોથી એક બીજાના સારા મિત્રો છે. સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થયા બાદ ચાહકોએ પણ ભરપૂર કમેન્ટ્સ કરી હતી.

આ પાર્ટીમાં મલાઈકા અને અર્જૂન એકસાથે પહોંચ્યા હતાં. ફોટોગ્રાફર્સની નજરોથી આ કપલ બચી શક્યું નહતું અને આ તસવીર ઈન્ટરનેટ પર તેના ચાહકોએ પોસ્ટ કરી દીધી હતી.

અર્જૂન અને મલાઈકાએ માસ્ક પહેર્યું હતું જેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચવાી રહી છે.