રૂપ રૂપનો અંબાર સમી ઐશ્વર્યા રાય મેકઅપ વગર લાગે છે આવી, તસવીર જોઈ નહીં થાય વિશ્વાસ - Real Gujarat

રૂપ રૂપનો અંબાર સમી ઐશ્વર્યા રાય મેકઅપ વગર લાગે છે આવી, તસવીર જોઈ નહીં થાય વિશ્વાસ

મુંબઈઃ કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી રહ્યાં છે અને જીવન પાટે ચઢી રહ્યું છે. લોકો સુરક્ષા સાથે બહાર આવી રહ્યાં છે. સરકાર પણ ગાઈડલાઈનનું પાલન કરાવી રહી છે. હવે વેક્સિનેસન પણ થઈ રહ્યું છે. સામાન્ય લોકોની જેમ જ બોલિવૂડ સ્ટાર્સ પણ કામ પર પરત ફરી રહ્યાં છે. હાલમાં જ ઐશ્વર્યા રાય પતિ તથા દીકરી સાથે હૈદરાબાદ એરપોર્ટ પર જોવા મળી હતી.

હૈદરાબાદમાં ક્વૉરન્ટીન થયા બાદ ઐશ્વર્યા રાયે શૂટિંગ શરૂ કરી દીધું છે. ઐશ્વર્યા રાય ફિલ્મના સેટ પર મેકઅપ વગર જોવા મળી હતી. ઐશ્વર્યા રાય ડિરેક્ટર મણીરત્નમની ફિલ્મ ‘પોન્નિયિન સેલવન’માં કામ કરી રહી છે. ફિલ્મના સેટ પરની તસવીર હાલમાં જ સામે આવી હતી.

ઐશ્વર્યા રાય મોડલ તથા એક્ટર્સે અરુશિમા વાર્ષ્ણેય સાથે જોવા મળી હતી. આ તસવીરમાં ઐશ્વર્યા રાય હૂડીમાં હતી અને તેણે મેક અપ કર્યો નહોતો. અરુશિમાએ સોશિયલ મીડિયામાં આ તસવીરો શૅર કરી હતી.

અરુશિમાએ સોશિયલ મીડિયામાં તસવીર શૅર કરીને કહ્યું હતું કે તે ફિલ્મ ‘પોન્નિયિન સેલવન’ સેટ પરથી પરત ફરી છે. તે ઐશ્વર્યા રાયના ચહેરા પરથી નજર હટાવી શકે તેમ નથી. ઐશ્વર્યા નો મેકઅપ લુકમાં હતી અને કારમાં બેઠી હતી.

ફ્રેન્ચ મેકઅપ તથા હેર સ્ટાઈલિસ્ટ ફ્લોરિયન હ્યૂરલ તૈયાર કરે છે. હાલમાં જ એશના લુક અંગે હ્યૂરલે કહ્યું હતું કે ફિલ્મમાં એશના 5 લુક છે. તે ફિલ્મની ક્રિએટિવ ટીમનો હિસ્સો છે. ફિલ્મના એશના લુક માટે ઘણું જ રિસર્ચ કરવામાં આવ્યું હતું. તે સમય પ્રમાણે એશનો લુક ઈમેજિન કરવાનો હતો અને તેવો મેકઅપ કરવાનો હતો, જેથી તે ઈફેક્ટને રી ક્રિએટ કરી શકાય. તેના માટે આ વાત નવી હતી. ઐશ્વર્યા સાથે કામ કરવું તેના મટે ખાસ છે.

ઉલ્લેખનીય છે કે બચ્ચન પરિવારના ચાર સભ્યો એટલે કે ઐશ્વર્યા, આરાધ્યા, અભિષેક તથા અમિતાભને કોરોના થયો હતો. ચારેય નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ઐશ્વર્યા કોરોનાને કારણે 11 મહિના ઘરમાં જ રહી હતી. 11 મહિના બાદ ઐશ્વર્યા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તેની આ ફિલ્મ તમિળ, તેલુગુ તથા હિંદીમાં બની રહી છે. ફિલ્મમાં ઐશ્વર્યા ઉપરાંત કીર્તિ, તૃષા, અમિતાભ બચ્ચન, વિક્રમ તથા જયરામ રવિ લીડ રોલમાં છે. હાલમાં ઐશ્વર્યા રાય પાસે બોલિવૂડ ફિલ્મની કોઈ ઓફર નથી. છેલ્લે તે 2018માં ‘ફન્ને ખાન’માં અનિલ કપૂર સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી હતી.