સલમાન ખાને પોતાનો ફ્લેટ આપ્યો ભાડે, ભાડું સાંભળીને ભલભલાની આંખો થઈ પહોળી - Real Gujarat

સલમાન ખાને પોતાનો ફ્લેટ આપ્યો ભાડે, ભાડું સાંભળીને ભલભલાની આંખો થઈ પહોળી

મુંબઈઃ સલમાન ખાને પોતાના ગેલેક્સી અપાર્ટમેન્ટનો એક ફ્લેટ ભાડે આપી દીધો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સલમાન ખાને માતા સલમા ખાન સાથે મળીને આ ફ્લેટ ભાડે આપ્યો છે. આ ફ્લેટ 139.40 સ્કેવર મીટરનો છે. આ ફ્લેટ ચાર વર્ષ માટે ભાડે આપવામાં આવ્યો છે અને 25 લાખ રૂપિયા ડિપોઝિટ લેવામાં આવી છે.

પહેલાં વર્ષે દર મહિને 2.70 લાખ રૂપિયા ભાડું, બીજા વર્ષે 2.85 લાખ રૂપિયા, ત્રીજા વર્ષે 3 લાખ રૂપિયા તથા ચોથા વર્ષે 3.15 લાખ રૂપિયા ભાડું વસૂલવામાં આવશે.

સલમાન ખાન વર્ષોથી ગેલેક્સીમાં જ રહે છે. સલમાન ખાન સહજતાથી બંગલો લઈ શકે તેમ છે. જોકે, તે આ ફ્લેટ સાથે ઈમોશનલી જોડાયેલો છે.

એક ઈન્ટરવ્યૂમાં સલમાન ખાને કહ્યું હતું કે તે લક્ઝૂરિયસ બંગલામાં રહેવાને બદલે બાંદ્રા સ્થિત ગેલેક્સી અપાર્ટમેન્ટમાં રહેવાનું વધારે પસંદ કરે છે. કારણ કે આ ફ્લેમાં તેના પેરેન્ટ્સ રહે છે. નાનપણથી તે આ ફ્લેટમાં રહ્યો છે. તેને સેટ પરથી ગેલેક્સી અપાર્ટમેન્ટનો રસ્તો ગોખાઈ ગયો છે અને હવે તે બદલવા માગતો નથી.

વધુમાં સલમાન ખાને કહ્યું હતું કે આ ફ્લેટ સાથે તેની ઘણી બધી યાદો જોડાયેલી છે. આખી બિલ્ડિંગ એક બિગ ફેમિલી જેવી છે. જ્યારે તે નાનો હતો ત્યારે ગાર્ડનમાં બિલ્ડિંગના બધા બાળકો ભેગા થઈને રમતા હતા. ઘણીવાર તે તેમના ઘરે જઈને પણ સૂઈ જતો હતો. તેમના ઘરે જઈને જમી આવતો હતો. આ ઘર સાથે અગણિત યાદો છે.

સલમાન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડભાઈ’માં જોવા મળશે. આ ફિલ્મ ઈદ પર રિલીઝ થશે. આ ઉપરાંત તે ‘કિક 2’, ‘અંતિમ 2’માં પણ જોવા મળશે.