પતિ ધર્મેન્દ્રની મરજી વિરુદ્ધ હેમાએ દીકરીઓને શીખવ્યું હતું આ કામ, ઘરમાં થતાં હતાં રોજ ઝઘડાં - Real Gujarat

પતિ ધર્મેન્દ્રની મરજી વિરુદ્ધ હેમાએ દીકરીઓને શીખવ્યું હતું આ કામ, ઘરમાં થતાં હતાં રોજ ઝઘડાં

મુંબઈઃ બોલિવૂડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રે વર્ષ 1980માં હેમામાલિની સાથે લગ્ન કર્યા હતા. ધર્મેન્દ્રે જ્યારે હેમા સાથે લગ્ન કર્યાં તે પરિણીત તથા ચાર સંતાનોના બાપ હતા. તેમણે મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને લગ્ન કર્યા હતા. હેમા સાથે લગ્ન કર્યા બાદ તેઓ બીજી બે દીકરીઓના પિતા બન્યા હતા. એશા દેઓલ તથા આહના દેઓલ. બંને ક્લાસિકલ ડાન્સર છે. જોકે, ધર્મેન્દ્રને દીકરીઓ ડાન્સ કરે તે વાત ક્યારેય મંજૂર નહોતી.

ધર્મેન્દ્ર ઈચ્છતા નહોતા કે તેમની બે દીકરીઓ માતા હેમાની જેમ ડાન્સર બને અને એક્ટિંગમાં આગળ વધે. નાનપણથી જ આહના તથા એશાએ પેરેન્ટ્સને ફિલ્મમાં કામ કરતા જોયા છે. હેમા ઘરે પણ ડાન્સની પ્રેક્ટિસ કરતી હતી. આ જ કારણે બંને દીકરીઓને ડાન્સ કરવો ગમતો હતો. જોકે, ધર્મેન્દ્રને આ વાત પસંદ નહોતી. તો સામે હેમામાલિની જીદ્દી હતી અને તેણે પોતાની જીદ છોડી નહીં અને દીકરીઓને ક્લાસિકલ ડાન્સર બનાવી હતી.

હેમાએ આ અંગેનો ઘટસ્ફોટ ‘ધ કપિલ શર્મા શો’માં કર્યો હતો. હેમાએ કહ્યું હતું કે તે ડાન્સર છે અને ઘરમાં પ્રેક્ટિસ કરે તે સ્વાભાવિક છે. જોકે, ધરમજીને આ વાત પસંદ નહોત. તેમને દીકરીઓ ડાન્સ શીખે, ફિલ્મમાં આગળ આવે તે વાત મંજૂર નહોતી. તેઓ રોજ આ વાત સતત બોલતા રહેતા.

પછી હેમાએ કહ્યું હતું કે થોડાં વર્ષ બાદ તેમણે તેમનું નૃત્યુ જોયું અને લોકો કેટલાં વખાણ કરે છે, તે વાત સમજી હતી. ત્યારબાદ દીકરીઓને ડાન્સ કરવાની પરવાનગી આ હતી. જોકે, દીકરીઓ ફિલ્મમાં આવે તે વાત તેમને ક્યારેય મંજૂર નહોતી. હેમાએ પતિને મનાવ્યા હતા અને એશા દેઓલે ‘કોઈ મેરે દિલ સે પૂછો’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. એશાએ ફિલ્મ સાઈન કરી તે વાત ધર્મેન્દ્રને પસંદ નહોતી અને તેમણે દીકરી સાથે છ મહિના સુધી વાત કરી નહોતી.

વધુમાં હેમાએ કહ્યું હતું કે આ કામ બહુ જ મુશ્કેલ હતું. તે ઘણી બધી વાતો પતિથી છુપાઈને રાખતા હતા. તો એશાએ કહ્યું હતું કે તેના પિતાએ આજ સુધી તેની એક પણ ફિલ્મ જોઈ નથી. જો સિક્રેટલી જોઈ હોય તો ખબર નથી.