ઐશ્વર્યાને દેખાડી દેવા તેની આ ડુપ્લીકેટ સાથે કામ કરવા લાગ્યો હતો સલમાન ખાન

મુંબઈ: સલમાન ખાને આમ તો ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકોનું કરિયર બનાવ્યું છે. તેમને ફિલ્મોમાં કામ અપાવ્યું છે. તે પોતાની દરિયાદિલી માટે પણ જાણીતા છે. આ લિસ્ટમાં તેણે એક્ટ્રેસ સ્નેહા ઉલ્લાલને પણ ઈન્ડસ્ટ્રીમાં જગ્યા અપાવી અને કરિયર શરૂ કરવાનો મોકો આપ્યો. જણાવી દઈએ કે, સ્નેહા સિનેમા જગતમાં ઐશ્વર્યા જેવો ચહેરો હોવાના કારણે ઘણી ચર્ચામાં રહી છે. હાલ તેણે ઐશ્વર્યા સાથે થતી તુલનાને લઈને મોટો ખુલાસો કર્યો છે.

સ્નેહા ઉલ્લાલે બોલીવુડમાં 2005માં લકીઃ નો ટાઈમ ફૉર લવથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. સ્નેહાને ઐશ્વર્યા રાયની સાથે કમ્પેર કરવામાં આવી હતી. હવે તેના પર સ્નેહાએ રિએક્ટ કર્યું છે. એક્ટ્રેસ કહ્યું કે, તેને કોઈ ફેર નથી પડતો.

એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં સ્નેહાએ કહ્યું કે, તે પોતાનામાં ખુશ છે, અને આ પ્રકારની તુલનાથી પરેશાન નથી થતી. સાથે જ ઐશ્વર્યાની જેવું દેખાવું પીઆર સ્ટ્રેટેજી હતી. આ કારણે તુલના થાય તો, તેનું માનવું છે કે તે કોઈ મોટી વાત નથી.

બોલીવુડમાં ડેબ્યૂ બાદ સ્નેહાએ કહ્યું હતું કે, તે ઐશ્વર્યાની ખૂબ જ મોટી ફેન છે અને તે માનતી હતી કે તેના કામ અને ઈન્ડસ્ટ્રીમાં તેના મુકામના વખાણ થવા જોઈએ. તે લુક્સને લઈને પોતાને કમ્પેર કરવામાં આવતા ખૂબ ખુશ નથી. તે પોતાની અલગ ઓળખ ઈચ્છે છે. સ્નેહાનું માનું છે કે તે એના જેવી દેખાય છે, તો શું કરી શકે છે. એ એવું નથી ઈચ્છતી પણ તે પોતાનો લૂક નથી બદલી શકી. તે પોતાના કામ અને અચીવમેન્ટ માટે ઓળખાય એવું ઈચ્છે છે.

ઐશ્વર્યા સાથે મુલાકાત પર સ્નેહાએ કહ્યું કે, એક વાર એક ફંક્શનમાં તેની સાથે મુલાકાત કરી હતી, ઐશ્વર્યાએ ખૂબ જ ઉમળકા અને સન્માન સાથે તેની સાથે વાત કરી હતી. સ્નેહાને એક્ટ્રેસની આ વાત ઘણી પસંદ આવી હતી. સ્નેહાએ જણાવ્યું કે, શરૂઆતમાં તે ઐશ્વર્યાને અવોઈડ કરવા માંગતી હતી. બાદમાં તે એની પાસે ગઈ અને હાઈ કહ્યું. જણાવી દઈએ કે રિપોર્ટ્સ્ પ્રમાણે, સ્નેહા સલમાન ખાનની બહેન અર્પિતાની શોધ છે. જ્યારે તે મસ્કતથી મુંબઈ આવી હતી.

ખબરોમાં જણાવવામાં આવે છે કે, સલમાને જ્યારે સ્નેહાએ ફોન કર્યો હતો, તો તેને લાગ્યું કે કોઈ મજાક કરી રહ્યું છે. સ્નેહા જી5 પર એક થ્રિલર શો એક્સપાયરી ડેટથી હવે ડિજિટલ ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ સીરીઝ એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ પણ આધારિત છે.