સાઉથ સુપર સ્ટારને પાગલની જેમ પ્રેમ કરતી હતી તબ્બૂ, 15 વર્ષ સુધી ચાલ્યો હતો સંબંધ

મુંબઈઃ 4 નવેમ્બર 1970માં જન્મેલી તબ્બૂએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તબ્બૂનું સાચુ નામ તબસ્સુમ ફાતિમા હાશમી છે. તબ્બૂને પડદા પર આવવાની તક બાળપણમાં જ મળી ગઈ હતી. તેમણે વર્ષ 1980માં આવેલી ફિલ્મ ‘બાઝાર’માં એક નાનો રોલ પ્લે કર્યો હતો. હિન્દી ઉપરાંત તબ્બૂએ તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

તબ્બૂનું નામ સાઉથના જાણીતા એક્ટર નાગાર્જુન સાથે પણ જોડાયેલું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, બંનેનો સંબંધ લગભગ 15 વર્ષ સુધી ચાલ્યો હતો. તબ્બૂએ નાગાર્જુનના પ્રેમમાં મુંબઈ છોડી હૈદરાબાદમાં ઘર પણ ખરીદી લીધું હતું, પણ બંનેના લગ્ન થઈ શક્યાં નહીં કેમ કે નાગાર્જુન પહેલાંથી જ પરિણીત હતો અને તે પોતાની પત્નીને છોડવા માટે તૈયાર નહોતો.

પછી છેલ્લે વર્ષ 2012માં તબ્બૂ નાગાર્જુનથી દૂર જતી રહી. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધો પર વાત કરી નથી. વાત એવી સામે આવી કે તબ્બૂ અને નાગાર્જુન બંને અલગ થઈ ગયાં છે. તબ્બૂ અત્યારે 50 વર્ષની છે પણ, તેમણે અત્યારે સુધી લગ્ન કર્યાં નથી. તેમના ફોટો જોઈ તેમની ઉંમરનો અંદાજો લગાવી શકાય છે.

તબ્બૂએ ‘મકબૂલ’, ‘ફિતૂર’, ‘અસ્તિત્વ’, ‘ચાંદની બાર’ અને ‘હૈદર’ જેવી ફિલ્મોમાં ગંભીર રોલ પ્લે કર્યાં છે. વર્ષ 1995માં આવેલી ફિલ્મ ‘વિજયપથ’માં તબ્બૂ અને અજય દેવગને સાથે કામ કર્યું હતું. આ માટે તબ્બૂને ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યુ ફીમેલનો એવોર્ડ પણ મળ્યો હતો.