ચપટી અજમો શરદી-ઉધરસ મટાડશે, મેદસ્વિતાથી આપશે છુટકારો

અમદાવાદઃ ભારતીય ખાનપાનમાં અજમાનો પ્રયોગ સદીઓથી કરવામાં આવે છે. આયુર્વેદ અનુસાર અજમો પાચનને ઠીક રાખે છે. તે કફ, પેટ તથા છાતીના દર્દ તેમજ કૃમિ રોગમાં અસરકારક છે. સાથે જ હેડકી, ઉબકા, ઓડકાર, અપચો, યૂરિનનો અટકાવ અને પથરી વગેરે બીમારીઓમાં લાભકારક છે. આયુર્વેદ અનુસાર અજમો પાચક, રૂચિકારક, તીક્ષ્ણ, ગરમ, ચટપટો કડવો અને પિત્તવર્ધક છે. પાચક ઔષધિઓમાં તેનું આગવું મહત્વપૂર્ણ સ્થાન છે. આજે અમે જણાવીશુ અજમાના એવા ઉપયોગ જે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં લાભ આપે છે.

  • ઉધરસ: અજમાના રસમાં બે ચપટી સંચળ મિક્સ કરી તેનું ગરમ પાણી સાથે સેવન કરો. આનાથી ઉધરસ ઠીક થઈ જશે.
  • વધારે ઉધરસ : જંગલી અજમાના રસમાં વિનેગર અને મધ સાથે મિક્સ કરી દિવસમાં 2-3 વાર એક-એક ચમચી સેવન કરવું
  • શરદી: અજમાને અધકચરો ખાંડીને કપડામાં બાંધીને સુંઘવો. વધું ઠંડીમાં અજમો ચાવીને ખાવો અને ઉપરથી પાણી પીવું
  • ખરાબ પેટ : અજમાને ચાવીને એક કપ ગરમ પાણી પી લેવું. પેટમાં કીડા હોય તો સંચળ સાથે અજમો ફાકવાથી રાહત થશે
  • લીવર : લીવરની પ્રોબ્લેમમાં 3 ગ્રામ અજમો અને અડધો ગ્રામ મીઠુ મિક્સ કરીને જમી લીધા બાદ ફાકી જવાથી ફાયદો થાય છે
  • મેદસ્વિતા : અજમો મેદસ્વિતા ઓછી કરવા માટે એક ચમચી અજમાને એક ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે આ પાણી ગાળી એક ચમચી મધ સાથે પીવું
  • પેઢાના સોજા : પેઢાના સોજામાં અજમાના તેલના કેટલાક ટીપાંને હુંફાળા પાણીમાં નાખીને કોગળા કરવાથી સોજા ઓછા થાય છે.
  • સાંધાનો દુઃખાવો : પેઢાના દુઃખાવામાં સરસવના તેલમાં અજમો નાંખીને ગરમ કરો. આ ગરમ હુંફાળા તેલથી માલિશ કરવાથી સાંધાના દુઃખાવામાં રાહત મળે છે