સ્મોકિંગ ન કરતા લોકોને આ કારણોથી થઈ શકે છે લંગ્સ કેન્સર

અમદાવાદઃ મોટાભાગના લોકોનું માનવું છે કે લંગ્સ કેન્સર સ્મોકિંગના કારણે થાય છે. પરંતુ જે લોકો સ્મોકિંગ નથી કરતા તેમને પણ આ કેન્સર થઈ શકે છે. તેની પાછળના કારણો અલગ-અલગ હોય છે. જો સાવધાની રાખવામાં આવે તો આ કેન્સરથી બચી શકાય છે. ચેસ્ટ ડિસીઝ સ્પેશિયાલિસ્ટ . પ્રિયનાથ અગ્રવાલ જણાવે છે લંગ્સ કેન્સરના 5 કારણો.

એસ્બેસ્ટોસ ફાઈબર: આ ફાઈબર ઘરો અથવા દુકાનોની છતો પર ઉપયોગ કરવામાં આવે છે. આમાં રહેલા કેમિકલ્સ શ્વાસ મારફતે ફેફસા સુધી પહોચી લંગ્સ કેન્સરની પ્રોબ્લેમ ઉભી કરી શકે છે

કારખાનામાં કામ કરવાથી: જે કારખાનામાં કોલસા, આર્સેનિક અથવા ન્યુઝ પેપર પ્રિન્ટીંગનું કામ કરવામાં આવે છે ત્યાંના કર્મચારીઓને લંગ્સનું કેન્સર થઈ શકે છે

લંગ ફાઈબ્રોસિસ : જે લોકોને લંગ ફાઈબ્રોસિસની પ્રોબ્લેમ છે તેમને લંગ્સ કેન્સરની સંભાવના વધી જાય છે

ક્રોનિક બ્રોન્કાઈટિસ : જે લોકોમાં ક્રોનિક બ્રોન્કાઈટિસની પ્રોબ્લેમ છે તેમને લંગ્સનું કેન્સર થઈ શકે છે

જેનેટિક: જે ઘરમાં મમ્મી-પપ્પાને લંગ્સના કેન્સરની પ્રોબ્લેમ રહી હોય છે ત્યાં જેનેટિક કારણોથી બાળકોને પણ થઈ શકે છે