વજન વધારવા ખાવી આ વસ્તુઓ, દેખાશે તરત જ અસર

અમદાવાદઃ જે રીતે મેદસ્વિતા અથવા વધેલુ વજન મોટી સમસ્યા છે એ જ રીતે કેટલાક લોકોને ઓછા વજનની સમસ્યાનો સામનો કરવો પડે છે. ઓછુ વજન હોવાના કારણે લોકો તેમની મજાક ઉડાવે છે, આ ઉપરાંત તે કુપોષણ પીડિત લાગે છે. જો તમે આવી સમસ્યાનો સામનો કરતા હો તો ચિંતા કરવાની જરૂર નથી. અહીં અમે જણાવીશું કેટલાક એવા ઘરેલુ નુસખા જેનાથી થોડા મહિનામાં જ તમારૂ વજન વધારી શકાશે.

  • બટેટા: બટેટાને તમારા નિયમિત ડાયટમાં સામેલ કરો. તેમાં કાર્બોહાઈડ્રેટ્સ અને કોમ્પ્લેક્સ શુગર હોય છે જે વજન વધારે છે. જો કે ધ્યાન રાખવું કે વધારે તળેલા ન હોય
  • ઘી : ઘી ખાવાથી પણ તમારુ વજન વધે છે. તેમાં સેચ્યુરેટેડ ફેટ્સ અને કેલરી સારી માત્રામાં હોય છે. ખાસ ધ્યાન એ રહે કે ઘીને સિમિત માત્રામાં ખાવું
  • કિસમિસ: રોજ દિવસભરમાં એક મુઠ્ઠી કિસમિસ ખાવી. આવું કરવાથી તમારૂ વજન ઝડપથી વધશે. આ ઉપરાંત અંજીર સાથે પલાળીને ખાવી
  • ઈંડા: ઈંડામાં ફેટ અને કેલરી ખૂબ હોય છે. રોજ ડાયટમાં લેવાથી વજન વધશે. જો કે ધ્યાન રાખવું કે ઈંડાને કાચા ન ખાવા.
  • કેળા: રોજ ડાયટમાં કેળા સામેલ કરો. તેમાં કેલરી ભરપૂર માત્રામાં હોય છે. કેળાને દુધ સાથે કે શેક બનાવીને લઈ શકો છો
  • બદામ : 3-4 બદામ રાત્રે પલાળી સવારે પીસી દુધમાં મિક્સ કરીને પીવી. આવું એક મહિના સુધી નિયમિત કરવાથી અસર જોવા મળશે.
  • પીનટ બટર :પીનટ બટરમાં હાઈ કેલરી અને કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. પીનટ બટરને તમે બ્રેડ પર લગાવીને કે રોટલી સાથે ખાઈ શકો છો
  • પૂરતી ઉંઘ :ઓછામાં ઓછુ 8 કલાક ઉંઘ લેવાથી શરીરને આરામ મળશે. આરામ મળવાથી તમે જે ખાશો તેની અસર શરીર પર થશે
  • બીન્સ : બીન્સમાં કાર્બોહાઈડ્રેટ્સ અને કેલરી ઉપરાંત ફાઈબર પણ હોય છે. આ બધા તત્વો વજન વધારવામાં મદદ કરે છે.
  • દાડમ: રોજ દાડમનો જ્યૂસ પીવાથી વજન ઝડપથી વધારી શકાય છે
  • ચણા અને ખજૂર : પાતળા લોકો જો ચણા સાથે ખજૂર ખાય તો તેઓ ઝડપથી વેઈટ ગેઈન કરી શકે છે
  • અખરોટ અને મધ: કિસમિસને દૂધમાં મિક્સ કરીને ખાવાથી વજન વધે છે. આ ઉપરાંત અખરોટમાં મધ મિક્સ કરીને ખાવાથી વેઈટ ગેઈન કરી શકાય છે