જરા સંભાળીને ખાવા સફરજન, ક્યાંક ન થઈ જાય આવું

અમદાવાદઃ રોજ એક સફરજન ખાવું હેલ્થ માટે ફાયદાકારક હોય છે. પરંતુ જો સફરજન ખાવાની રીત યોગ્ય ન હોય તો આનાથી હેલ્થને નુકસાન થઈ શકે છે. મેડિકલ ડાયટિશિયન ડૉ. અમિતા સિંહ અનુસાર સફરજનને જો બીની સાથે ખાઈ લો તો જીવ જવાનો ખતરો પણ રહે છે. સફરજનના બીમાં રહેલા એલિમેન્ટ્સ અનેક બીમારીઓનું કારણ બની શકે છે. અમિતા સિંહ જણાવે છે સફરજનને બી સાથે ખાવાના નુકસાન વિશે.

તો પછી કેવી રીતે ખાવા સફરજન?

  • સફરજનના બી હંમેશા કાઢીને ખાવા. ઉતાવળમાં પણ બી સાથે સફરજન ખાવાની ભૂલ ન કરવી
  • એપ્પલ શેક બનાવીને પીવો. આમાં ખાંડ ઓછી નાંખવી. એલચી સાથે નટ્સ પણ મિક્સ કરવા
  • ફ્રુટ સલાડમાં મિક્સ કરીને ખાવાથી તેના ભરપૂર ફાયદા મળશે
  • સફરજનને અન્ય ફળો સાથે મિક્સ કરીને જ્યૂસ બનાવી લો. આને પીવાથી વજન ઓછુ થશે. ડાઈજેશન સારૂ રહેશે

ભૂલથી પણ આ રીતે ન ખાવું સફરજન

  • સફરજનના બીમાં રહેલા અમિગડલિન નામના એલિમેન્ટ ડાઈજેસ્ટિવ એન્જાઈમ્સની સાથે મળીને સાઈનાઈડ રિલીઝ કરે છે
  • સફરજનને બી સાથે સતત કેટલાક દિવસ ખાવાથી જીવ જવાનો ખતરો વધુ રહે છે
  • સફરજનને બી સાથે ખાવાથી હાર્ટ અને બ્રેનને પણ નુકસાન પહોચાડી શકે છે
  • બી ખાવાથી Low BPના ચાન્સ વધી જાય છે. આનાથી પેશન્ટ કોમામાં પણ જઈ શકે છે
  • સફરજનના બી ખાવાથી ચક્કર આવવા અથવા માથાના દુઃખાવાની પ્રોબ્લેમ થઈ શકે છે
  • કેટલાક લોકોને બી ખાધા બાદ ઉલટી અથવા પેટનો દુઃખાવો થઈ શકે છે