ઈંટ-સિમેન્ટના ઉપયોગ વગર વિશ્વાસે બનાવ્યું બનાવ્યું દેશી ઘર, મજા પાડી દેતી તસવીરો

કવિતાઓથી લોકોનું દિલ જીતનાર પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસ દેશ-દુનિયામાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. હિન્દી સાહિત્યની દુનિયામાં કુમાર વિશ્વાસ સરસ્વતીના વરસ પુત્ર તરીકે પણ ઓળખાય છે. તેમની બહુ જ સારી કલમ માટે તેમને ઘણાં એવોર્ડ પણ મળ્યાં છે. કુમાર વિશ્વાસને રાજકારણમાં પણ સારી સફળતા મળી હતી. કુમાર વિશ્વાસ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતાં પરંતુ થોડા સમયે પહેલા જ તેમણે છેડો ફાડી નાખ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે, કુમાર વિશ્વાસના પિતા ઈચ્છતાં હતાં કે તેઓ એન્જીનિયર બને. પરંતુ કુમાર વિશ્વાસનું મન કવિતાઓમાં વધારે હતું. એવામાં તેઓ નાનપણથી નાની-મોટી કવિતાઓ લખતાં હતાં. ત્યાર બાદ તેમને બહુ જ સારી સફળતાં મળી.

તેમણે આદિત્ય દત્તની ફિલ્મ ‘ચાય ગરમ’માં પાત્ર પણ ભજવ્યું છે. હાલમાં લોકો ગામ છોડીને શહેરમાં આવી રહ્યાં છે ત્યારે કુમાર વિશ્વાસ શહેરથી દૂર પોતાના ગામમાં બહુ જ સુંદર ઘરમાં રહેવા લાગ્યા છે.

તમને જણાવી દઈએ કે, કુમાર વિશ્વાસે ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં પોતાના પૈતુક ગામ પિલખુઆમાં બહુ જ સુંદર ઘર બનાવ્યું છે. જેની થોડી તસવીરો સોશિયલ મીડિયાાં વાયરલ થઈ છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે, કુમાર વિશ્વાસે દેશી અંદાજમાં ઘરમાં ડિઝાઈન તૈયાર કરાવી છે. ચુનાની દિવાલો પર સુંદર કલાકારી પણ જોવા મળી રહી છે.

કુમાર વિશ્વાસ પોતે પોતાનના ગાર્ડનની સફાઈ કરતાં જોવા મળી રહ્યા છે. તેઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર પણ પોતાના ઘરની તસવીરો શેર કરતાં રહે છે. તેમણે પોતાના ઘરમાં ગાય પણ રાખી છે.

કુમાર વિશ્વાસે પોતાના ઘરનું કેવી કુટીર નામ આપ્યું છે. તેમણે એક નાની લઈબ્રેરીની સાથે એક સ્ટુડિયો પણ બનાવ્યો છે જેમાં તે ઘણીવાર પોતાનો સમય પસાર કરતાં જોવા મળે છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળી રહે છે.

આ તસવીરમાં તમે જોઈ શકો છો કે, કુમાર વિશ્વાસે પોતાના ઘરમાં ગામડાંનો લુક આપ્યો છે. એ પછી ઘરની દિવાલ હોય કે પછી બેડરૂમ હોય. કુમાર વિશ્વાસે ખેતીના પણ શોખીન છે તેઓ ઘણીવાર પોતાના ઘરની પાસે ખેતરમાં કામ કરતાં જોવા મળે છે.

સોશિયલ મીડિયા કુમાર વિશ્વાસે પોતાના ઘરની તસવીર શેર કરી હતી તો એક યુઝરે તેમને તેમના ઘરની ખાસિયત વિશે પૂછ્યું હતું. તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, તેમનું ઘર પુરી રીતે છાણ, માટી, ચુના સહિત અન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, દિવાલ પર રહેલું પ્લાસ્ટરને વૈદિક પ્લાસ્ટર કહેવામાં આવે છે. આમાં સીમેન્ટનો ઉપયોગ થતો નથી.